દ્વારકામાં લગ્નઇચ્છુક યુવક કેવી રીતે બન્યો ચીટર ટોળકીનો ભોગ

ચેતવણીરૂપ કિસ્સો

દ્વારકામાં લગ્નઇચ્છુક યુવક કેવી રીતે બન્યો ચીટર ટોળકીનો ભોગ

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

લગ્ન કરવાની ઉતાવળ કરનાર યુવકો ક્યારેક ચીટર ટોળકીની માયાજાળમાં ફસાઈ જતાં પાછળથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયાના દાખલાઓ મોજૂદ છે,ત્યારે લગ્ન કરવાની ઉતાવળ કરતાં યુવકો અને તેના પરિવારો ઘણી બાબતોની ધ્યાન રાખે તો મોટી મુસીબતમાંથી બચી શકે,તેવામાં લગ્નઇચ્છુક યુવકો માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો દ્વારકામાં સામે આવ્યો છે,

જેમાં દલાલ મારફત યુવકે લગ્ન કર્યા બાદ પાછળથી યુવક અને તેના પરિવારને ખબર પડી કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે,આથી પોલીસનો સંપર્ક કરી યુવતી અને દલાલને પકડાવી દેતા પોલીસે બન્નેની ધરપકડ કરીને યુવતીની નકલી માતા અને ભાઈની શોધખોળ હાથ ધરી છે,

લગ્ન કર્યા બાદ છેતરપિંડીનો બનેલ બનાવની પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના જ્યસુખ કણઝારીયાએ લગ્ન કરવા માટે કલ્યાણપુરના હરિયાવડ ગામના તેનીજ જ્ઞાતીના દેવરાજ સતવારાનો સંપર્ક કર્યો હતો,દેવરાજે રાજકોટમાં એક માંગુ છે તેવુ જણાવીને યુવતીના પરિવારનો સંપર્ક કરાવીને યુવતી સતવારા જ્ઞાતિનું હોવાનું દેવરાજ સતવારાએ જણાવીને યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા,

દરમ્યાન દ્વારકાના જયસુખ કણઝારીયાના લગ્ન બાદ સોનલ સાચું નામ મધુ મકવાણા નામની યુવતી સતવારા નહીં પરંતુ દલીત જ્ઞાતિની હોવાની જાણ થઈ હતી,તેવામાં યુવતી રાજકોટ માવતરે જવાની જીદ કરતાં ભોગ બનનાર સતવારા યુવક અને તેના પરિવારે શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવતા  છેતરપિંડી ભોગ બન્યાનો આખો મામલો સામે આવ્યો છે,પોલીસે યુવતી અને કલ્યાણપુરના હરિયાવડ ગામના દેવરાજ સતાવારાની ધરપકડ કરી છે,

આ ટોળકીમાં મુળ સુરેન્દ્રનગરની અને રાજકોટ રહેતી સોનલ અને સાચું નામ મધુ નરશી મકવાણા ધરાવતી તેની નકલી માતા બનેલી ગીતા સાચું નામ કલાવતી,અને યુવતીના ભાઇનો રોલ કરનાર લાલો બાવાજી વગેરે ભેગા મળીને દ્વારકાના સતવારા યુવક પાસેથી લગ્નના નામે ૧.૪૦ લાખ અને દલાલ દેવરાજના દલાલીના ૫ હજાર મળીને ૧.૪૫ લાખ પડાવીને વિશ્વાસઘાત ,છેતરપીંડી કર્યાની હાલ ફરિયાદ નોંધાઈ છે,

ભોગ બનનારા આગળ આવે:દ્વારકા પીઆઇ: દકેવાડિયા 
 

દ્વારકામાં જે રીતે લગ્નઇચ્છુક સતવારા યુવક જે રીતે આ ટોળકીનો ભોગ બનેલ છે તે જોતાં પોલીસને શંકા છે કે,અન્ય લોકો પણ આ ટોળકીનો શિકાર બનેલ હોય શકે જે અત્યાર સુધી ભલે સામે ના આવ્યા હોય પણ આ કિસ્સા બાદ સામે આવી ફરિયાદ નોંધાવે તેવી અપીલ દ્વારકા પોલીસ મથકના પીઆઇ દકેવાડિયા દ્વારા કરવામાં આવી છે. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.