તમારા સંતાનના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કેવી રીતે કરશો રોકાણ?

આ છે રોકાણના પ્લાન

તમારા સંતાનના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કેવી રીતે કરશો રોકાણ?

mysamachar.in-જામનગર:

આજના આધુનિક જમાનામાં અને મોંઘવારી વચ્ચે માતા-પિતાને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા કરવી જરૂરી બની છે,તેવામાં બાળકના સારા ભવિષ્ય માટે તેમના કેરીયર ઉપરાંત નાણાકીય પ્લાનિંગ ઘણું જ જરૂરી છે અને જો તમે બચત કરીને તમારા સંતાનના ઉજળા ભવિષ્ય માટે સરકારની વિવિધ લાભદાયક યોજના હેઠળ રોકાણ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળશે,

જામનગર જીલ્લામાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના એવી છે કે,સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૧૦ વર્ષની ઉમર સુધીની કોઈપણ દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતુ કોઈપણ અધિકૃત સરકારી બેંક અને પોસ્ટ ઓફિસ બ્રાંચમાં ખોલાવી શકાય તાજેતરમાં જ કેન્દ્ર સરકારે વ્યાજ દરમાં ૦.૪ ટકાનો વધારો કર્યો છે જેથી વ્યાજ દર ૮.૫ ટકા થઈ ગયા છે. આ યોજના હેઠળ ઇન્કમ ટેક્સ કલમ ૮૦-સી હેઠળ ટેકસમાં છૂટ મળી શકે છે,

ઉપરાંત પીપીએફ એકાઉન્ટ થકી દરેક માતા-પિતા બાળકોના સારા ભવિષ્ય માટે રોકાણ કરી શકે છે.તમારા સંતાનની ૧૮ વર્ષથી નાની ઉંમરના હોય તો પીપીએફ એકાઉન્ટ ખોલી શકાય છે.બાળકોના નામે પીપીએફ એકાઉન્ટ તેના માતા-પિતા અથવા કાયદાકીય પાલક માતા-પિતા ખોલાવી શકે છે.પીપીએફ એકાઉન્ટનો સમયગાળો ૧૫ વર્ષ છે.વર્ષ દરમિયાન તેમાં ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

 પીપીએફમાં એકાઉન્ટ ખોલતી વખતે તમારું સંતાન ૩ અથવા ૪ વર્ષનું છે અને તમારું સંતાન ૧૮ કે ૧૯ વર્ષનું થશે ત્યારે એકાઉન્ટ મેચ્યોર થઈ જશે આ દરમિયાન તે એકાઉન્ટનું સંચાલન જાતે કરી શકવા તમારું સંતાન લાયક બની જશે ત્યારે જરૂર પડ્યે જો તેને વધારવા માંગે છે,તો તે વધુ પૈસા ઉપાડી શકે છે,પાંચ વર્ષ તેને વધારે રાખી શકે છે.જો તે ૧૮ વર્ષ ની ઉમરમાં  એકાઉન્ટ ખોલાવે છે,તો તેણે બીજા ૧૫ વર્ષ પાકતી મુદત ની રાહ જોવી પડશે,

તમે તમારા સગીર બાળકો માટે પણ મ્યુચલ ફંડ ખરીદી શકો છો.તેનો ઉપયોગ તેના વધુ અભ્યાસ અને કારકિર્દી માટે પણ કરી શકો છો. મ્યુચલ ફંડમાં લાંબા સમય માટે રોકાણથી લાભ થવાની શક્યતા વધી જાય છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.