કોરોનાથી બચવા અને કોરોના થયા બાદ આહારમાં કેવું ધ્યાન રાખવું 

શું ખાવું અને શું ના ખાવું વાંચો 

કોરોનાથી બચવા અને કોરોના થયા બાદ આહારમાં કેવું ધ્યાન રાખવું 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોનાથી બચવા માટે તથા કોરોના થયા પછી ઝડપથી સાજા થવા માટે આપણી જીવનશૈલીમાં યોગ્ય આહાર ખૂબ મદદરૂપ થઈ શકે છે, આયુષ મંત્રાલય, દિલ્હી દ્વારા પ્રસ્થાપીત કોરોના ગાઈડલાઈન્સ મુજબ કોરોનાથી બચવા માટેનો આહાર નીચે મુજબ છે

-પાણી
ગરમ નવશેકુ પાણી પીવું અથવા ઔષધ સિધ્ધ જલ જેમાં – સૂંઠ, ધાણા, તુલસી, તજ, ત્રિકટુ વગેરે નાખી ઉકાળેલ પાણી પીવા માટે વાપરવું જોઈએ.

-ગોલ્ડન મીલ્ક 
એટલે કે અડધી ચમચી હળદર પાવડર ને 150 મીલ. ગરમ ગાયના દૂધ માં નાખી રાત્રે પીવું. અપચો (અજીર્ણ) હોય ત્યારે દૂધ ન પીવું. 
દિવસમાં એક વાર આયુષ કવાથ પીવો.
હમેંશા તાજો, ગરમ, પ્રમાણસર ખોરાક લેવો.

-ક્યાં શાકભાજી લેવા...
સરગવો ,કારેલા,પરવળ વગેરે કડવા -તુરા રસવાળા શાકભાજી વધારે લેવો.
કઠોળ માં મગનો ઉપયોગ વધારે હીતકારક છે.
મસાલામાં આદુ,લસણ  નો ઉપયોગ પણ કરવો જોઈએ.
ફળોમાં દ્રાક્ષ  દાડમ વગેરે લઈ શકાય
 
-શું ન ખાવું જોઈએ 
પચવામાં ભારે હોય તેવા મિષ્ટાન્ન, તળેલી, તીખી, મેંદાની વાનગીઓ ન લેવી
આ સિવાય ખૂબ જ ઠંડી, આથાવાળીવસ્તુ, ઠંડાપીણા વગેરે નો ઉપયોગ ન કરવો.
 
-આહાર લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
દરેક વ્યકિતએ કેટલો ખોરાક લેવો તે વ્યકિતની પાચનશક્તિ પર આધારિત હોય છે. માટે જયારે ભૂખ લાગે ત્યારે જ ખાવું તથા પ્રમાણસર ખોરાક લેવો


 
-આર્યુવેદ શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ ગુરૂ આહાર (પચવામાં ભારે હોય તેવો ખોરાક જેમકે મેંદાની વાનગીઓ મિષ્ટાન્ન દુધની બનાવટો) તે આપણા ઉદર નો 1/3 અથવા 1/2 ભાગ ભરાય ત્યાં સુધી જ લેવો તથા લઘુ આહાર (પચવામાં હળવો ખોરાક જેમા જુના શાલી ચોખા મગ વગેરે) પણ પેટ ભરીને ન લેવા
-વાસી ખોરાક ને વારંવાર ગરમ કરી ન લેવો જોઈએ
-ખોરાક લેતી વખતે મન ને આનંદીત રાખવું.
-રાત્રી નું ભોજન સૂર્યાસ્તનાં ત્રણ કલાકમાં અથવા રાત્રીનાં 8 વાગ્યા સુધીમાં લઈ લેવું.
-ભોજન અને રાત્રી નિદ્રા વચ્ચે 3 કલાક નું અંતર રાખવું.

-કોરોનાના દર્દીઓ માટે આહાર 
-હમેંશા પચવામાં હળવો તથા ગરમ ખોરાક ભૂખ લાગે ત્યારે જ લેવો.
-ચા ની જગ્યાએ હર્બલ ટી નો ઉપયોગ કરવો .
હર્બન ટી ના દ્રવ્યો (1 વ્યકિત  માટે) આદુ -1/2 ઇંચ (એક નાનો ટુકડો )+કાળા મરી -2 નંગ +1/4 તજ (1/2 ગ્રામ) +તુલસી નાં 10 પાન - આ બધુ 2 કપ પાણી માં ઉકાળી - 1 કપ બચે ત્યાં સુધી ઉકાળવું - પછી તેને ગાળી તેમાં 1 ચમચી મધ ઉમેરી પીવું. 
-આ સિવાય -1 કપ ગરમ ગાયનું દૂધ + સુંઠ પાવડર, 1/2 ચમચી હળદર પાવડર ઉમેરી પીવું.
-અનાજ-જુના લાલ શાલી ચોખા ,જુનાં ઘઉં ,જવ 
-કઠોળ -મગ, મસુર, કળથી, ચણા

-શાકભાજી -સરગવો, કારેલા, પરવળ, તુરીયા, ગલકા, રિંગણા 
-ફળ-દ્રાક્ષ ,દાડમ 
-મરી મસાલા-એલચી, સુંઠ, કાળામરી, લીંડીપીપર, લસણ, જીરૂ, અજમો 
-ખોરાક માં મગ, મગની દાળ - મગનો સૂપ, શાકભાજી ના સૂપ, પાતળી ખીચડી વગેરે લેવો જોઈએ
-કોરોનાં દર્દીઓ એ ખાસ તાવ હોય તે દરમ્યાન આર્યુવેદ શાસ્ત્ર માં દર્શાવ્યા મુજબ ષડંગપાનીય પીવું જોઈએ .
-ષડંગપાનીયના દ્રવ્યો-નાગરમોથ+પીતપાપડો+ઉશીર(સુગંધીવાળો) +રકતચંદન +ઉદીચ્ય એટલે કાળો વાળો+સુંઠ આ છ દ્રવ્યો નાં પાવડરને પાણીમાં ઉકાળવું તથા તે પાણી જયારે થોડું નવશેકુ થાય પછી પીવા માટે આ  ષડંગપાનીય નો ઉપયોગ કરવો .

-શું ન ખાવું  
-પચવામાં ભારે ખોરાક જેમકે મેંદાની વાનગીઓ - મિષ્ટાન્ન દુધની બનાવટો વગેરે. 
-વિરુધ્ધ આહાર જેમકે દુધ સાથે નમક-ખાટા પદાર્થો લેવા વગેરે 
-વધારે તીખો-તળેલો આહાર 
-આથાવાળો ખોરાક, દહીં વગેરે અભિષ્યંદિ ખોરાક

                                                                                                    

ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખવાથી તથા યોગ્ય સમતોલ તથા પાચનશક્તિને અનુરૂપ આહાર લેવાથી આપણે આપણા શરીર ને પુષ્ટ તથા સ્વસ્થ રાખી શકીએ તથા જો કોરોના થયો હોય તો પણ જલ્દીથી સ્વસ્થ થઈ શકીએ પ્રિન્સીપાલ શ્રી ગુલાબકુંવરબા આર્યુવેદ મહાવિધાલય વૈધા વર્ષાબેન સોલંકીએ જણાવેલ છે કે કોરોના સબંધીત આહાર તથા દિનચર્યા સબંધીત વધુ માહીતી માટે શ્રી ગુલાબકુંવરબા આર્યુવેદ ચિકિત્સાલય વિભાગનો સંપર્ક કરવો.