આ તે કેવા સબંધો.?પત્ની અને પુત્રને છરી ઝીંકી પતિએ કર્યો આપઘાત,તો પુત્રએ માતાને ઉતારી મોતને ઘાટ..

આ તે કેવા સબંધો.?પત્ની અને પુત્રને છરી ઝીંકી પતિએ કર્યો આપઘાત,તો પુત્રએ માતાને ઉતારી મોતને ઘાટ..

Mysamachar.in-રાજકોટ:સુરેન્દ્રનગર:

આજે રાજ્યમાં સબંધોના ખુનસમા બે કિસ્સાઓ સામે આવ્યા છે,જેમાં એક કિસ્સામાં રાજકોટમાં પતિએ પત્ની અને પુત્રને છરીના ઘા ઝીંકી દઈ અને પોતે પણ આપઘાત કરી લીધો છે,જયારે ઈજાગ્રસ્ત પત્નીઅને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,તો બીજી તરફ સુરેન્દ્રનગરમા કપાતર પુત્રએ સગી માં ને જ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે,

રાજકોટમા વસવાટ કરતાં એક કારેખાનેદારે પત્ની અને પુત્રને છરી મારી અને પોતે દવા પી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.રાજકોટ ના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષના રાજેશ પટેલે પોતાની પત્ની અને પુત્રને છરી મારી દીધી હતી અને ત્યારબાદ પોતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ કારખાનેદાર આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનામાં કારખાનેદારનું મોત નીપજ્યું છે, જ્યારે તેના પત્ની સોનલ અને પુત્ર સાહિલ ગંભીર રીતે ઘાયલ હોય તેમની હાલ રાજકોટની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,

તો બીજા કિસ્સામાં સુરેન્દ્રનગર જીલ્લાના ચુડાના કંથારીયા ગામે એક કપાતર પુત્રએ પોતાની માતાની જ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પણ સામે આવી છે,આમ સબંધોને લાંછન લગાડતી આ બન્ને ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમા હાહાકાર મચી જવા પામ્યો છે.