Mysamachar.in-જામનગર:
હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી મુજબ જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાક એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ પર નજર કરવામાં આવે તો..જામનગર તાલુકાના લાખાબાવળમાં 1 ઇંચ, મોટી બાણુંગાર અને ફલ્લામાં સવા ઇંચ, જામ વંથલીમાં, ધુતારપુર, અલીયાબાડા, દરેડમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે, જોડિયા તાલુકાના પીઠડમાં 1 ઇંચ, ધ્રોલના જાલીયાદેવાણીમાં 1 ઇંચ, તો કાલાવડના ખરેડી મોટા વડાળામાં એક એક ઇંચ, જયારે ભલસાણ બેરાજામાં 3 ઇંચ, નવાગામમાં 1 ઇંચ, મોટા પાંચદેવડામાં 2 ઇંચ, જયારે જામજોધપુર તાલુકાના સમાણામાં સવા ઇંચ, શેઠવડાળા, જામવાડી અને વાંસજાલીયામાં બે-બે ઇંચ જયારે ધુનડામાં 1 ઇંચ, ધ્રાફા અને પરડવામાં બે-બે ઇંચ વરસાદ લાલપુર તાલુકાના પીપરટોળા,ભણગોર, મોડપર, ગામે 3 ઇંચ,મોટા ખડબામાં 1 ઇંચ અને ડબાસંગમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.