Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને બપોર બાદ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને કાલાવડમાં સાંજે 5 થી 6 દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો શહેરમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ, જામજોધપુર પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે.