Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાઈ ચુક્યા બાદ છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે આજે સવાર 6 વાગ્યા સુધીમાં બન્ને જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ પર નજર કરીએ તો જામનગર જીલ્લાના જામનગર શહેરમાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, જોડિયામાં 1 ઇંચ, લાલપુરમાં સવા બે ઇંચ, અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં અને ભાણવડમાં ચાર ચાર ઇંચ, ખંભાલીયામાં પણ 4 ઇંચ જયારે દ્વારકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જીલ્લાના જામનગર તાલુકાના વસાઇમાં દોઢ ઇંચ, લાખાબાવળ, મોટી બાનુગાર, ફલ્લા, જામ વંથલીમાં એક એક ઇંચ, ધુતારપુરમાં 4 ઇંચ, અલીયાબાડામાં 2 ઇંચ, જોડિયા તાલુકાના હડીયાણા બાલંભા અને પીઠડમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે, ધ્રોલના જાલીયાદેવાણીમાં 4 ઇંચ, કાલાવડ તાલુકાના નીકવામાં 1 ઇંચ, ખરેડીમાં દોઢ ઇંચ, ભ.બેરાજામાં ૩ ઇંચ, નવાગામ મોટા પાંચ દેવદા અને મોટા વડાલામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે,જયારે જામજોધપુર તાલુકાના સમાણા 1 ઇંચ, શેઠ વડાળા અને જામવાડીમાં બે બે ઇંચ, વાંસજાળીયા 1 ઇંચ ધુનડામાં 4 ઇંચ, ધ્રાફામાં 2 ઇંચ, પરડવા 2 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળા અને પડાણા દોઢ દોઢ ઇંચ, ભણગોરમાં 2 ઇંચ, મોટાખડ્બા પોણા બે ઇંચ, મોડપર 1 ઇંચ અને ડબાસંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.