રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58 ટકા વરસાદ...રાજ્યના ક્યા ઝોનમાં કેટલો પડ્યો છે વરસાદ.? વાંચો 

હજુ 5 દિવસ આ વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલ 

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58 ટકા વરસાદ...રાજ્યના ક્યા ઝોનમાં કેટલો પડ્યો છે વરસાદ.? વાંચો 
file image

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાત રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સામાન્ય પેટર્ન કરતા વહેલી શરૂઆત થઇ છે , અને કેટલાય વિસ્તારો વરસાદથી તરબોળ થઇ ચુક્યા છે, ત્યારે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58 ટકા વરસાદ વરસ્યો છે રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનનો 104 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57.77 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.65 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે,

ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી.