છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લાના ક્યાં ગામમાં કેટલો પડ્યો વરસાદ.?

ખંભાલીયાની સ્થિતિનો પણ ચિતાર

છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લાના ક્યાં ગામમાં કેટલો પડ્યો વરસાદ.?
file image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા

રાજ્યના હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે ગઈકાલ થી જ વરસાદ શરુ થઇ ચુક્યો છે, અને જામનગર સહીત રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લાના ગામોમાં પડેલ નોંધપાત્ર વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના ધુતારપુર ગામે 2 ઇંચ, ધ્રોલના જાલીયાદેવાણીમાં દોઢ ઇંચ, લેયારામાં 1 ઇંચ, કાલાવડના નિકાવા, ખરેડી, ભ બેરાજા, નવાગામ, અને મોટા પાંચ દેવદા આ તમામ ગામોમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, મોટા વડાળામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો, તો આ તરફ જામજોધપુરના સમાણા, શેઠવડાળા માં અડધો અડધો ઇંચ જયારે જામવાડી, વાંસજાળીયા,ધુનડા, પરડવામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, લાલપુર તાલુકાના પીપરતોળા ગામે એક ઇંચ, મોટા ખડબા ગામે બે ઇંચ વરસાદ નોંધાયો છે.

તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર શ્રાવણી સરવડા વરસે છે. આ વચ્ચે ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ ગત મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વંટોળિયો પવન ફૂંકાયો હતો. આ સાથે સતત પંદરથી વીસ મિનિટ સુધી ઠંડા ફૂંકાતા પવનના કારણે થોડો સમય ભય જેવો માહોલ છવાયો હતો. જોકે વરસાદ વરસ્યો હતો. પરંતુ મોડી રાત્રીના સમયે હળવા ઝાપટા વરસી જતા પાંચ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળિયામાં ફુલ વરસાદ 1512 મીમી સુધી પહોંચ્યો છે. અને સરેરાશ વરસાદ કરતાં 212 ટકા વરસાદ થયો છે. આ વચ્ચે આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને વધુ એક વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.