Mysamachar.in-જામનગર:
છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર જીલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે, અને કયાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે ખેડૂતોને પણ ફાયદો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યા થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના કયા તાલુકાના કયા ગામમાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ આ મુજબ છે.
-જામનગર તાલુકાના વસઈ અને દરેડ ગામે એક એક ઇંચ વરસાદ જ્યારે ધુતારપુર અને દરેડમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયા છે.
-જોડિયા તાલુકાના બાલંભા ગામે સવા ઇંચ અને પીઠડ ગામે 1 ઇંચ વરસાદ નોંધાયો છે
-ધ્રોલ તાલુકાના જાલીયાદેવાણી અને લૈયારામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.
-કાલાવડ તાલુકાના નિકાવામાં 1 ઇંચ, ખરેડીમાં પોણા બે ઇંચ, ભ.બેરાજા, નવાગામ, મોટા પાંચ દેવડા, મોટા વડાળામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે
-જામજોધપુર તાલુકાના સમાણા, શેઠવડાળામાં એક એક ઇંચ, જયારે જામવાડી વાંસજાળીયામાં અઢી અઢી ઇંચ, ધુનડામાં પોણા બે ઇંચ, ધ્રાફામાં સવા બે ઇંચ, પરડવા માં 1 ઇંચ વરસાદ નોંધાયો
-લાલપુર તાલુકાના પડાણામાં અને ભણગોરમાં એક એક ઇંચ, મોટા ખડબામાં 2 ઇંચ, વરસાદ નોંધાયો છે.