Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં ગઈકાલે ભારે ઉકળાટ વચ્ચે શહેર જીલ્લામાં ક્યાંક થોડો તો ક્યાંક વધુ વરસાદ પડ્યો, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર તાલુકાના લાખાબાવળ, મોટી બાણુંગાર, જામ વંથલી અને ફલ્લા ગામમાં સવા ઇંચ અલીયાબાડા અને દરેડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, જોડીયાના હડિયાણા ગામે સવા ઇંચ, ધ્રોલના જાલીયાદેવાણી ગામે પોણા બે ઇંચ, લૈયારા ગામે દોઢ ઇંચ તો કાલાવડના નીકાવામાં 2 ઇંચ, ભેરાજા ગામે એક ઇંચ, મોટા વડાળા ગામે 4 ઇંચ વરસાદ નોંધાયો, જામજોધપુરના ધ્રાફામાં એક ઇંચ આ સિવાય જામનગર જીલ્લાના કેટલાય ગામોમાં અડધો ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે.તો તાલુકા મથકના આંકડાઓ પર નજર કરવામાં આવે તો કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 2 ઇંચ, જામનગર શહેરમાં 1 ઇંચ, જોડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.