લે બોલ.....છેલ્લા 9 મહિનામાં કેટલો માલ ગયો.? કચેરીને ખબર જ નથી..આ ખેલ છે DSO ના ચોક્કસ ઇન્સ્પેક્ટરો-હેડક્લાર્કને ક્લાર્કનો.?
કોઇએ ધ્યાન જ ન આપ્યુ....! બિચ્ચા....રા ગરીબોનુ જે થવુ હોય તે થાય.. આપણા ગજવા જ નહિ ઘર ભરો

Mysamachar.in-જામનગર
જામનગર પુરવઠા કચેરીનું રેશનીંગ વોર્ડ દુકાનો તરફ જે વલણ છે તે શંકાસ્પદ તો છે જ કેમકે તે અંગે અનેક બાબતો mysamachar.in ની આ ખાસ ઝુંબેશ દરમ્યાન જાણવા મળી છે, તેમા વળી જાગૃત નાગરીકે RTI કરી હોય ગંભીર બેદરકારી પણ જવાબો ઉપરથી સામે આવી છે, અને ગરીબોને જે ફ્રી માલ ન મળ્યો તે ખેલ છે DSOના ચોક્કસ 2 ઇન્સપેક્ટર ચોક્કસ ક્લાર્ક અને હેડ ક્લાર્કનો તેમ કચેરીનુ નજીકથી ઓબજર્વેશન કરનારા સુત્રોએ જણાવીને ઉમેર્યુ છે કે જિલ્લા પુરવઠા અધીકારીની મીઠી નજર હેઠળ જ સ્ટાફ આ બધુ કરી શક્યા છે અને વર મરો.....તરભાણુ ભરો.....કહેવતની જેમ ખાલી ગજવા જ નહી આ ચોક્કસ કર્મચારીઓએ ઘર ભર્યા માટે તો પેલુ ગીત છે ને.....એક બંગલા બને ન્યારા....
RTI એક્ટીવીસ્ટ કલ્પેશ આશાણીએ ઘણી માહિતી માંગી છે તેમા એક મુદો એ પણ હતો કે માર્ચ 2020 થી નવેમ્બર 2020 સુધી સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને આપવાનો કેટલો જથ્થો ગયો?? દેખીતુ છે કે જિલ્લા પુરવઠા અધીકારી હેડક્લાર્ક ઇન્સ્પેક્ટરો ક્લાર્ક તમામ સ્ટાફની આ જવાબદારી તો હોય જ કે કેટલો જથ્થો ગોડાઉનમાં આવ્યો તેમાંથી કેટલો જથ્થો ફાળવાયો?? પરંતુ અરજદારને એવો જવાબ અપાયો છે કે આ અંગેની વિગત કચેરી પાસે નથી.!
આના ઘણા અર્થ થાય એક તો વિગત આપવા માંગતા ન હોય બીજુ વિગત એકઠી જ ન કરી હોય અને ઘોર બેદરકારી દાખવી હોય ત્રીજુ ગરીબોને સરકારી અનાજ ફાળવવા બાબતે વિગતની ગંભીરતા ન હોય તેના ઉપરથી અનેક શંકા પણ જાણકારો ઉપજાવે છે, ચોથુ સરકારને જ્યારે ડીએસઓ વિગત મોકલતા હશે તો અટકરે જ મોકલી સરકારને પણ ગુમરાહ કરતા હોય કે પોતાના ઉચ્ચ અધીકારીઓને પત્રક આપે તેમાય ગેરમાર્ગે દોરતા હોય પાંચમુ રેશન વોર્ડમા જથ્થો કેટલો ગયો તેની ખબર જ ન હોય તો ફુડ સીક્યોરીટી એક્ટ હેઠળ શુ કામગીરી થઇ? તેની માહીતી પણ પુરવઠા કચેરી દ્વારા ખોટી જ તૈયાર થતી હશે ને??
સાથે સાથે આ ફ્રી માલનુ સમગ્ર રેકેટ અને તે માલ ખુબ પગ કરી ગયો તેમા સસ્તા અનાજના જે જે દુકાનદારોએ જે તરકટ રચ્યુ તેમા ડીએસઓની તો મીઠી નજર તો ખરીજ સાથે ગ્રામ્ય મામલતદારમાંથી આવેલ પુરવઠા ઇન્સ્પેક્ટર એક રૂપાળા યંગ ક્લાર્ક અને રીટાયર થવાને બહુ વાર નથી તેવા હેડક્લાર્ક એ સૌ સસ્તા અનાજના દુકાનદારોની અનેક ગેરરિતિઓના બહુ હર્યાભર્યા કારણોસર ચલાવી લે છે,
એકંદર આવા તો કેટલાય શંકાસ્પદ મુદાઓ વિગત નથી એમ અરજદારને કહ્યુ છે તેના ઉપરથી ઉભા થાય છે, તેમજ સેન્સીટીવ બાબત છે કે જે લાભાર્થી છે બિચ્ચા.....રા ગરીબો તેનુ શુ થયુ હશે તે બાબતની તો ફીકર જ નહી થઇ હોય એવુ પણ આ જવાબ ઉપરથી અનુમાન થાય છે ત્યારે સંવેદનશીલ સરકાર જામનગરની પુરવઠા કચેરીને સંવેદનાનો સ્ટોક મોકલે તે ગરીબોના હિતમા જરૂરી છે.