Mysamachar.in-ગાંધીનગર
31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. 6.27 કરોડ વસ્તી ધરાવતા રાજ્યમાં જન્મતા દરેક બાળકના માથે રૂ. 38381નું જાહેર દેવું હોય છે. એટલું જ નહીં સરકારે રૂ. 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0 થી લઇ 13 ટકા સુધીનો છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલાં ટૂંકા ચોમાસું સત્રમાં આજે ત્રીજા દિવસે ગૃહમાં ચર્ચા દરમિયાન આણંદ ધારાસભ્ય કાંતિ પરમારે વિધાનસભામાં રાજ્ય સરકારને નાણાંકીય બાબતે પ્રશ્ન પૂછ્યો હતો.
જેનાં જવાબમાં સરકારના નાણામંત્રી દ્વારા રાજ્યે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોનનો અને પાંચ વર્ષમાં સરકારના પરનું જે દેવું હોઈ તેની આંકડાકીય વિગતો આપવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે પાસે લીધેલી લોનમાં રાજય સરકારે 2014-15માં 365 કરોડ, 2015-16માં 514 કરોડની ચૂકવણી કરી કરી છે. જયારે કેન્દ્ર સરકારે પાસે લીધેલી લોનમાં રાજય સરકારે 2016-17માં 468 કરોડ, 2017-18માં 430 કરોડ અને 2018-19માં 406 કરોડની ચૂકવણી કરી છે. તેમજ 2018-19 રાજ્યમાં 2,40,652 કરોડનું રાજ્ય સરકાર પર દેવું છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે લીધેલું લોનનું દેવું 7,223 કરોડનું છે. કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે લીધેલી લોનનો વ્યાજદર 0 થી 13 ટકાનો હોય છે. આ બધી આંકડાકીય વિગતો આપવામાં ગૃહમાં આજે આવી છે.