હજુ આવા કેટલા..? વર્ગ 3ના રીટાયર્ડ કર્મચારી પાસેથી 1 કરોડની બેનામી સંપતિ મળી...

જામનગરમાં ફરજ બજાવી ચુકેલા અધિકારીઓ કર્મચારીઓની તપાસ પણ જરૂરી

હજુ આવા કેટલા..? વર્ગ 3ના રીટાયર્ડ કર્મચારી પાસેથી 1 કરોડની બેનામી સંપતિ મળી...

Mysamachar.in-સુરત

છેલ્લા કેટલાક સમયથી ACBની કાર્યવાહી અને તેમાં પણ ખાસ તો જમીન વિકાસ નિગમને કૌભાંડ નિગમ બનાવનાર અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા મોટી હોય તેમ લાગે છે, એક બાદ એક જમીન વિકાસ નિગમના હાલના કે નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી અપ્રમાણસરની મિલકતો મળી આવે છે, જે એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે હજુ આવા કેટલા...? એવામાં વધુ એક વખત એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરી, તાપીના ફિલ્ડ આસીસ્ટન્ટ (વર્ગ-3)ની પાસેથી એક કરોડથી વધુની બેનામી સંપત્તિ મળી આવતા તેની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે.

તાપી વ્યારાના હાલ નિવૃત્ત ફિલ્ડ આસીસ્ટન્ટ રામભાઈ કમાજી ઠાકોરની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે પોતાના તથા પત્નીના નામે મોટાપાયે મિલકતો એકત્ર કરી હતી. તેમની પાસેથી હોદ્દાને અનુસાર મળતા પગાર તથા ભથ્થા ઉપરાંત મોટાપાયે સંપત્તિ મળી આવતા કેસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જમીન વિકાસ નિગમમાં ચકચાર મચી હતી. રામભાઈ ઠાકોર પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અધધ 138 ટકા વધુ એટલે કે કુલ રૂ. એક કરોડ બે લાખ પંદર હજાર સાતસો સુડતાલીસ રુપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવતા ACB એ મામલે જરૂરી કાર્યવાહી કરી છે.