જામનગર શહેર અને નગરપાલિકા વિસ્તારોમાં કેવું છે પાણીનું આયોજન

અધિકારીઓનો દાવો નહિ થાય પરેશાની

જામનગર શહેર અને નગરપાલિકા વિસ્તારોમાં કેવું છે પાણીનું આયોજન

Mysamachar.in:જામનગર:

શહેર અને જિલ્લામાં ગત ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ વરસી પડતા હવે ઉનાળાના બાકી રહેલા બે માસ જેટલો સમય કાઢવો શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે કપરો બન્યો છે,ત્યારે જામનગર જીલ્લા માટે પાણી પુરવઠા બોર્ડ અને જામનગર શહેર માટે મહાનગરપાલિકા દ્વારા લોકોને તકલીફ ના પડે તેવો પ્લાન ઘડી કાઢવામાં આવ્યાનો અધિકારીઓનો દાવો છે,

ટેન્કર બની જશે ભૂતકાળ,,,ટેન્કર રાજ ખત્મ..નર્મદે સર્વદે...આવા બધા શબ્દો આપણે નેતાઓના ભાષણોમાં તો ખુબ સાંભળવા મળતા હોય છે,પણ ટેન્કરરાજ ખત્મ થઇ જવાની વાતો વચ્ચે આજે પણ જામનગર જીલ્લાના કેટલાય ગામો તો ઠીક પણ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં આજે પણ ટેન્કરોના ફેરાઓ કરીને પાણી વિતરણ વ્યવસ્થાક કરવામાં આવી રહી છે,ત્યારે ગતવર્ષ અપૂરતો અને અનિયમિત વરસાદ પડતા જીલ્લાના મોટાભાગના ડેમો ખાલી થઇ જતા શહેર  ૧૦૮ એમએલડીની જરૂર સામે અલગ અલગ સ્ત્રોતમા થી એકઠું કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે,

જીલ્લામા પણ પાણીની વિકટ સ્થિતિ વચ્ચે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આયોજનબદ્ધ રીતે જામનગર જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થા નર્મદના આધારે કરવામાં આવી રહી છે તેના પર નજર કરવામાં આવે તો..

-જામનગર શહેરની દૈનિક  ૧૦૬ એમએલડીની જરૂરિયાત સામે રણજીતસાગરડેમમા થી ૧૨ એમએલડી,સસોઈ ડેમમાંથી ૩ એમએલડી,આજી ૩ મા થી ૫૧ એમએલડી,નર્મદાપાઈપલાઈનમા થી ૪૨ એમએલડી એમ કુલ ૧૦૮ એમએલડીની વ્યવસ્થા કરવામાં આવે છે

-ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં દૈનિક ૩ એમએલડી ની જરૂરિયાત સામે નર્મદા પાઈપલાઈનમા થી ૪.૨૦ એમએલડી પાણી મેળવવામા આવે છે

-સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ૩.૧૦ એમએલડીની જરૂરિયાત સામે ૩.૭૫ એમએલડી પાણી નર્મદા પાઈપલાઈનમા થી મેળવવામા આવે છે

-જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ૨.૯૦ એમએલડી ની જરૂરિયાત સામે ફુલઝર કોટડા ડેમમાં થી ૧ એમએલડી જયારે ૨ એમએલડી નર્મદા પાઈપલાઈન મારફત મેળવવામાં આવે છે

-કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં૩.૨૦ એમએલડીની જરૂરિયાત સામે  બાલ્મભડી ડેમમાં થી ૧ જયારે નર્મદા પાઇપલાઇનમાથી ૩ એમએલડી પાણી મેળવવામાં આવે છે.

જયારે જ્યાં સ્થાનિક સ્ત્રોત ડૂકી ગયા હોય અને પાઈપલાઈન પણ ના હોય તેવા વિસ્તારોમાં ટેન્કરોના ફેરા કરી પાણી વિતરણ કરવમાં આવી રહ્યાનો અધિકારીનો દાવો છે,આમ જામનગર શહેર અને જામનગર જીલ્લાની નગરપાલિકાઓ ના વિસ્તારોમાં હાલ તો મોટાભાગના વિસ્તારો માત્ર ને માત્ર નર્મદાના નીર આધારીત હોય તેવામાં અધિકારીઓનો દાવો છે કે જુલાઈ માસ સુધી તંત્ર પાણી ની સ્થિતિ ને ગમે તેમ કરીને પહોચી વળશે..હવે જોવાનું એ રહ્યું કે દાવો કેટલો સાચો ઠરશે..