મહિલા નગરસેવિકાએ જન્મદિવસની કઈ રીતે કરી અનોખી ઉજવણી...

દરેક જનપ્રતિનિધિએ લોકોના પ્રશ્નો માટે સજાગ રહેવું જોઈએ

મહિલા નગરસેવિકાએ જન્મદિવસની કઈ રીતે કરી અનોખી ઉજવણી...

Mysamachar.in-જામનગર

આમ તો સ્વાભાવિક છે કે લોકો મત આપીને ચૂંટી લે બાદમાં કેટલાય જનપ્રતિનિધિઓ ફરી ચુંટણી ના આવે ત્યાં સુધી મતદારોને પણ શોધ્યા મળતા નથી, પણ અમુકને બાદ કરતા કેટલાક જનપ્રતિનિધિઓ એવા પણ હોય જે હંમેશા લોકો વચ્ચે રહી અને તેના કામો કેમ થાય તેની સતત ચિંતા કરતા હોય છે, આવા જ એક મહિલા કોર્પોરેટર જામનગર મહાનગરપાલિકાના છે, જે હમેશા પોતાના વિસ્તારની સમસ્યાઓ અને ગરીબોના પ્રશ્ને સતર્ક જ હોય છે, નાના નાના ફેરિયાઓ જે રેકડીઓમાં શાકભાજી અને ફ્રુટ વેચતા હોય છે તેવા કેટલાક ફેરિયાઓની જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ  દ્વારા રેકડીઓ  જપ્ત કરવામાં આવી હતી, સ્વાભાવિક છે કે જે રોજનું કરીને રોજનું ખાતા હોય તેની સ્થિતિ આ રીતે રેકડીઓ જપ્ત થવાથી કેવી થાય....ત્યારે આવા કેટલાક ફેરિયાઓ માટે કોંગી કોર્પોરેટર જેનબ ખફી આગળ આવ્યા અને આજે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી તમામ લારીવાળોની જપ્ત થયેલી લારીઓ અને વજન કાંટા છોડાવી આપી પોતે જ દંડ ભરી દીધો હતો અને આમ આવા નાના માણસોએ જેનબ ખફીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.