એરપોર્ટ પરથી કઈ રીતે કસ્ટમે પકડ્યું અડધા કરોડનું સોનું?

અગાઉ આ એરપોર્ટ પરથી ઝડપાયું હતું ૨ કરોડનું હેરોઇન

એરપોર્ટ પરથી કઈ રીતે કસ્ટમે પકડ્યું અડધા કરોડનું સોનું?

mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ એરપોર્ટ પરથી તાજેતરમાં એ.ટી.એસ.એ આફ્રીકન ડાડો કોકેઇનના જથ્થાની ટેબલેટ સ્વરૂપે પેટમાં છુપાવીને ૨ કરોડ ઉપરનું ડ્રગ્સ લાવતા ઝડપાઇ ગયો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી નવતર કીમિયો કરીને કમ્મરે બાંધવાના બેલ્ટના બકલમાં ૫૦ લાખનું સોનું વિદેશથી લાવીને ભારતમાં ઘુસાડવા જતાં કસ્ટમે ૪ શખ્શોને રંગે હાથે ઝડપી લીધા છે,

સામાન્ય રીતે ગુજરાતમાં દરિયાઈ માર્ગે સોનાની હેરફેરી માટે દાણચોરી કરવામાં આવતી હોવાના અગાઉ અનેક કિસ્સા સામે આવ્યા છે અને જામનગર જીલ્લાનું અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સમાવેશ થયેલ સલાયા બંદરનું નામ અગાઉ દાણચોરીના કિસ્સામાં ખુબજ ચર્ચાયેલ છે...

ત્યારે હવે દરિયાઈ માર્ગ છોડીને હવાઈ માર્ગે સોનાની હેરફેરી કરવામાં આવતી હોય તેમ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ૪ મુસાફરોને રોકીને હેન્ડ મેટલ ડિટેક્ટરથી શરીરના ભાગે ચેકિંગ હાથ ધરતા કમ્મરના ભાગે પહેરવામાં આવતા બેલ્ટના બકલમાં સોનું છુપાવેલ હોવાનું બહાર આવ્યું હતું  અને પ્રાથમિક તપાસમાં આ સોનું ૫૦ લાખનું હોવાનું સામે આવતા આ ૪ મુસાફરોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,

આમ અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ ડ્રગ્સની મોટાપાયે હેરફેરીનું નેટવર્ક ઝડપાયા બાદ આજે વિદેશથી ભારતમાં સોનાની હેરફેરી કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે.