જામનગરમાં ઘોડાગાડીવાળાની દાદાગીરી, ભાજપના 2 કોર્પોરેટરોને ગાળો કાઢી આપી ધમકી

માણસ પણ મરે અને ઘોડો પણ મરે તેમ કહેતા

જામનગરમાં ઘોડાગાડીવાળાની દાદાગીરી, ભાજપના 2 કોર્પોરેટરોને ગાળો કાઢી આપી ધમકી
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના કેટલાય રહેણાક વિસ્તારોમાં ઘોડાગાડીવાળાઓ બેફામ ઘોડાગાડીઓ દોડ્વતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે, જેમાં ગઈકાલે આ ઘોડાગાડીવાળાની દાદાગીરીનો અનુભવ ખુદ ભાજપના બે કોર્પોરેટરોને થયો છે, સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ કોર્પોરેટર ગોપાલ સોરઠીયાએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે પોતે તથા રણજીતનગર વિસ્તારના કોર્પોરેટર દિવ્યેશ અકબરી સહિતના આગેવાનો જામનગર રણજીતનગર પટેલ સમાજમાં કોવીડ હોસ્પીટલ ખોલવાની હોય જેનું સમાજવાડીમાં કામ ચાલુ હોય જે બાબતે સમાજવાડીના ગેટ પાસે ઉભા રહી ચર્ચા વિચારણા કરતા હતા...

તે દરમ્યાન અકરમ યુસુફભાઇ સફીયા પોતાની ઘોડાગાડી દોડાવતો નિકળતા ગોપાલભાઈએ તેને રોકી કહેલ કે આમ ગીચ વિસ્તારમાં ઘોડાગાડી ન દોડાવાય તેમ કહેતા અકરમ યુસુફભાઇ સફીયા એકદમ ઉશ્કેરાય જઇ ઘોડાગાડી આમ જ ચાલશે આમા માણસ પણ મરે અને ઘોડો પણ મરે તેમ કહેતા ત્યાં હાજર રહેલા દિવ્યેશભાઇ અકબરીએ કહેલ કે કેમ આવુ બોલે છે તો આરોપીએ કહેલ કે અમને હવા છે, તેમ કહી થોડે આગળ જઇ ઇમરાન રઝાક મકરાણી, મુસ્તાક હનીફ સફીયા, કાસમ ઓસમાણભાઇ બ્લોચ તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓને ફોન કરી બોલાવી કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબરીની પાસે આવી આરોપીઓએ દિવ્યેશભાઇને ભુંડા બોલી ગાળો અકરમ યુસુફભાઇ સફીયા પોતાના નેફામાંથી છરી કાઢી દિવ્યેશભાઇને કહેલ કે ઘોડાગાડી અંહીથી જ નિકળશે અને જો કોઇ રોકવાની કોશીષ કરશે તો તેને આ છરીથી જાનથી મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર મંડળી રચી હોવા અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.