હનીટ્રેપમાં મોટી ઉમરના લોકોને ફસાવવાના કારસાનો પર્દાફાશ

મહિલા સહિતનાઓએ.....

હનીટ્રેપમાં મોટી ઉમરના લોકોને ફસાવવાના કારસાનો પર્દાફાશ

Mysamachar.in-ભાવનગર

આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, આ સમયમાં કેટલીય એવી એપ્લીકેશન છે જેનાથી યુવક અને યુવતીઓ એકબીજાના સંપર્કમાં જાણતા અજાણતા આવી જાય છે અને અમુક કિસ્સાઓમાં યુવકો અને મોટી ઉમરના લોકો હનીટ્રેપનો શિકાર પણ થાય છે, એવામાં ફેસબુક અને વોટસએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની મદદથી મોટી ઉંમરના લોકોને પ્રેમજાળમાં ફસાવી, ખોટા રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપીયા ખંખેરતી ગેંગને વલભીપુર પોલીસે અમદાવાદથી ઝડપી પાડી છે.

ભાવનગર હિલડ્રાઈવ ખાતે રહેતા નિલકંઠભાઇ નામના વ્યક્તિએ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પારૂલ પટેલ નામની મહિલાએ તેની સાથે ફેસબુકમાં મિત્રતા કરી અવારનવાર વાતચીત કરી, પારૂલ પટેલ નામની મહીલા તથા તેની સાથેના ત્રણ પૂરૂષ તથા બે મહીલા એ અગાઉ થી આયોજન કરી પ્રેમજાળમાં ફસાવી ખોટા બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી રોકડા રૂ. 8,500 તથા ATM તથા ચેક દ્વારા 67,000 તથા સોનાની વીટી આશરે કિ. રૂ. 20,000ની તથા આંગડીયા દ્વારા મોકલાવેલ 50,000 મળી કુલ કિ.રૂ. 1,45,000 પડાવી લીધાં હતા. આ ફરિયાદના આધારે વલભીપુર પોલીસે કુલ 5 આરોપીઓ અંજનાબેન ઉર્ફે સંગીતાબેન રાકેશભાઈ પટેલ, ભારતીબેન રમેશભાઈ પટેલ, ગલીબેન દેવાજી ઠાકોર,રસીક કમાભાઈ પંડ્યા, રાકેશ પોદરભાઈ પટેલને અમદાવાદ ઓઢવ ખાતેથી ઝડપી લીધા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.