Mysamachar.in-અમદાવાદ:
એસીબી અમદાવાદને ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે રાત્રી દરમયાન નારોલ ચોકડી ટ્રાફીક ચોકીની બહાર ફરજ પરના પોલીસ, હોમગાર્ડનાં જવાનો લોડીંગ વાહન ચાલકો પાસે થી “એન્ટ્રી“ના નામે લાંચ પડાવે છે, જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, શાદાબ રશીદખાન શેખ જે હોમગાર્ડ જવાન તરીકે ઇસનપુર પો.સ્ટે પી.સી.આર વાનમાં ફરજ બજાવે છે તેણે સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે “એન્ટ્રી“ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.100 ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યો હતો.