મજૂરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર ત્રિપુટી 61 મોબાઈલ સાથે ઝડપાઈ

61 ચોરાઉ મોબાઈલ, બાઈક છરી સહિત કુલ 3.17 લાખનો મુદામાલ જપ્ત

મજૂરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર ત્રિપુટી 61 મોબાઈલ સાથે ઝડપાઈ

Mysamachar.in-મોરબી

તાજેતરમાંજ અમદાવાદમાં બાંધકામ સાઈટો પરથી મજુરોના મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી ત્યાં જ વધુ એક વખત મોરબીમાં પણ આવી જ એક ગેંગ પોલીસને હાથ લાગી છે, મોરબીના સિરામીક કારખાનામાં કામ કરતા શ્રમિકોની ઓરડીમાંથી મોબાઈલ ચોરી, બજારમાં વેચી દેતી એક ગેંગને ઝડપી લેવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે, પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂ. 2.77 લાખના 61 ચોરાઉ મોબાઈલ, બાઈક છરી સહિત કુલ 3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓએ બીજા ત્રણ સભ્યોના નામની કબૂલાત આપી હતી. જેની શોધખોળ આરંભાઇ છે. એલસીબીએ સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સતીષ ઉર્ફે વલયો રમેશભાઈ ડેડવાણીયા, નુરમામદ સાઉદિન જેડાની ધરપકડ કરી 61 મોબાઇલ, 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ત્રણેયે અન્ય ત્રણ સાગરીત સાથે મળી કારખાનાની મજૂરોની ઓરડીયોમાંથી આ મોબાઈલ ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું.