હાઈવે પર હીટ એન્ડ રન..૩ યુવકોએ જિંદગી ગુમાવી

પલ્સર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને મારી ટક્કર 

હાઈવે પર હીટ એન્ડ રન..૩ યુવકોએ જિંદગી ગુમાવી

Mysamachar.in-વલસાડ:

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ બનાવમાં ત્રણ યુવકનાં મૃત્યુ થયા છે. આ બનાવ વલસાડ જિલ્લાના પારડી નજીક બન્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. બનાવ બાદ પારડી પોલીસે સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતક યુવકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું હતું.

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર ત્રણ યુવકો સવાર થઈ અને પૂર ઝડપે હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને બાઇક સવાર યુવકોને ને ટક્કર મારી હતી. ટક્કાર બાદ યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાઇ ગયા હતા.ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અને પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોનાં મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવ્યા હતા.