Mysamachar.in-જામનગર
જાહેર જીવનમા દાયકાથી વધુ સમયથી હોવુ તે પણ યુવા વયમા જ પીઢતા હોવી સાથે દુરંદેશીતા અને વિચારશીલતાનો સમન્વય હોવો…..એ દરેક બાબતો એક સાથે ભાગ્યે જ જોવા મળે છે ત્યારે 79-જામનગર દક્ષીણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીમા આ દરેક સદગુણો છે અને માટે જ તેઓ કસોટીમા ખરા ઉતર્યા છે, અને હરીફોની છાવણીમાં તો જાણે એવો સોંપો પડ્યો છે કે આપ કે કોંગ્રેસના કોઈ ગોત્ય જડે તેમ નથી…mysamachar.in ના સર્વેમા લોકોનો અભિપ્રાય જાણવા મળ્યો હતો કે લોકો એવુ કહેતા હતા કે અમારે તો આ વિરલો ને હિરલો જ જોઇએ છે જે સચોટ સર્વે મુજબ પરીણામ આવ્યા છે,. અને દિવ્યેશ અકબરીની જીતની ચર્ચા ચોતરફ થઇ રહી છે.
એટલુ જ નહી 79-જામનગર દક્ષીણના હિરલા દિવ્યેશ અકબરી જામનગર અને દ્વારકા બંને જિલ્લામા લીડમા ફર્સ્ટ રહ્યા છે તેમજ હરીફો તો સાવ સાફ થઇ ગયા હોય તેમની ઉપર અવિરત અભિનંદનની વર્ષા થઇ રહી છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે તેઓ શહેરના ધારાસભ્ય ચુંટાયા હોઇ જામનગરને નવી દિશા આપવા જામ્યુકોના માર્ગદર્શક અને રાહબર બની રહેશે અને તેમના અનુભવનો લાભ નગરના વિકાસ માટે મળતો જ રહેશે,
કોર્પોરેટર તરીકે હમેશા પ્રજાની વચ્ચે જ રહ્યા સ્ટેન્ડીગ ચેરમેન તરીકે શહેરના સર્વાંગી વિકાસના કાર્યો મંજુર કર્યા તો ભાજપ સંગઠનમા પણ હંમેશા કર્મશીલ કાર્યકર્તા બની રહ્યા એટલુ જ નહી લોકહિતના કામો માટે સતત દોડતા રહ્યા અને મનપાના અનેક સુવિધાના કાર્યો પ્રોજેક્ટસ માટે અમુલ્ય માર્ગદર્શન આપતા રહ્યા છે,એકંદર અનુભવી જનહિતની ચિંતા અને સુઝકો આ બાબતોના ત્રિવેણી સંગમ સમાન દિવ્યેશભાઇની જીત નિશ્ચિત મનાતી હતી તે પ્રમાણે જ જનાદેશ મળ્યો અને સૌથી વધુ લીડથી તેમનો વિજય થતા ઠેર ઠેર વિજયોત્સવ મનાવાય રહ્યા છે.