કાર અને બાઈકનો થયો અકસ્માત, પત્નીની નજર સામે જ પતિનું મોત

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો.

કાર અને બાઈકનો થયો અકસ્માત, પત્નીની નજર સામે જ પતિનું મોત

Mysamachar.in-જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિએ દમ તોડી દેતા ભારે થઇ છે, પ્રાથમિક વિગતો એવી છે કે જૂનાગઢ-મેંદરડા હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાયા જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. મેંદરડા પોલીસે પોલીસે આ મામલે GJ-25-AA-3868 નંબરની સ્ફિટ કારના ચાલકના સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટનામાં કોના વાંકથી અકસ્માત સર્જોયો તે તો તપાસ બાદ જ સામે આવશે.