પોશ વિસ્તારમાં બંગલામાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ

ઉઝબેકિસ્તાનની યુવતીઓને દિલ્હીના દલાલે અહી મોકલી હતી

પોશ વિસ્તારમાં બંગલામાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ
symbolic image

Mysamachar.in-અમદાવાદ

અમદાવાદ શહેરના કેટલાય વિસ્તારોમાં હોટેલો અને ઘરમાં છાનેખૂણે દેહવ્યાપાર નો ધંધો છેલ્લા કેટલાક સમયથી ફૂલ્યો ફાલ્યો છે, એવામાં ક્યારેક પોલીસને માહિતી મળી જાય તો કાર્યવાહી પણ થાય છે, એવામાં બહારથી કોલગર્લ લાવી અને ઘરમાં દંપતી દ્વારા ચલાવવામાં આવી રહેલ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ થયો છે, શહેરના પોષ ગણાતા એવા શ્યામલમાં આવેલા શ્યામલ રો હાઉસ-2 માં મકાન નંબર 40માં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું હોવાનો મેસેજ મળતા મહિલા ક્રાઇમે રેડ કરી હતી. સેક્સ રેકેટ ચલાવનાર દંપતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી પોલીસને ઉઝબેકિસ્તાનની યુવતીઓ મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મકાન 15 હજારમાં ભાડે રખાયું હતું અને ગ્રાહકો પાસેથી 7 થી 14 હજાર વસુલ કરી તેને શરીરસુખ માણવાની સગવડ કરી આપવામાં આવતી હતી,

લૉડાઉન બાદ અનલોકમાં કેટલીક છૂટછાટ આપ્યા બાદ કેટલીક જગ્યાઓ પર દેહવ્યાપાર શરૂ થઈ ગયા છે. શ્યામલ વિસ્તારમાં  શ્યામલ રો હાઉસ ના વિભાગ 2 માં પણ વિદેશી યુવતીઓ બોલાવીને કોઈ સેક્સ રેકેટ ચલાવે છે. જેથી પોલીસે અહીં જઈને રેડ કરી તો મકાન નમ્બર 40માંથી સેક્સ રેકેટ ઝડપાયું હતું. પોલીસે સંચાલક દંપતી એવા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરતા આ ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરી તો આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી આ મકાન ભાડે રાખ્યું હતું. મકાનનું ભાડું 15 હજાર ચૂકવતા હતા.

તો જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલતા અને ગ્રાહક પાસેથી 7થી 14 હજાર એટલે કે જેવો ગ્રાહક તેવા પૈસા વસુલાતા હતા. પોલીસે ઉઝબેકિસ્તાનની યુવતીઓની  પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો. આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા. ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગવાતી હતી. યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી, જેથી કોઈને શંકા ન જાય હાલ તો પોલીસે આ સેક્સ રેકેટ ઝડપી અને વિશેષ તપાસ આ રેકેટ ને લઈને શરુ કરી છે.