શું GETCO મા કામો થતા નથીને બીલ ચૂકવાઈ જાય છે.?

ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચકક્ષાએ થઇ રજૂઆત

શું GETCO મા કામો થતા નથીને બીલ ચૂકવાઈ જાય છે.?

Mysamachar.in-જામનગર

જામનગર GETCO સર્કલ કચેરી સામે ફરી ઉઠ્યા છે સવાલો,આ કચેરી દ્વારા આમ તો દર વર્ષે સફાઈ કામના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. અને બીલો પણ ચૂકવાઈ જાય છે. પરંતુ સફાઈના નામે કાઇ જ થતું નથી, જેથી કચેરીમાં કામ કરતા અને ક્વાર્ટરમાં રહેતા લોકો ઉપર રોગચાળાનું સંકટ સ્વચ્છ અને સ્વસ્થ ભારત અભિયાન દરમ્યાન ધ્યાને આવેલ છે. 
વધુમાં આ કમ્પાઉન્ડ વસવાટ કરતા કર્મચારીઓ  ક્વાર્ટર તો સુરક્ષાની દ્રષ્ટિએ વાપરવા લાયક જ નથી પરંતુ ક્વાર્ટર રિપેરિંગના ટેન્ડરો બહાર પડાય છે, વર્કઓર્ડર અપાય છે અને બીલ પાસ થાય છે. તે પણ અધિકારીઓની મિલી ભગતથી? છતાં પણ ક્વાર્ટરમાં રહેનાર લોકો મોતના ઓથા હેઠળ જીવી રહ્યા છે, ગમે ત્યારે કવાર્ટરમાં ઉપરની છત અથવા મોટા પોપડાઓ તૂટી પડશે. તેવું લાગી રહ્યું છે. પરંતુ અધિકારીના પેટનું પાણી હલતું નથી, જ્યારે તેમને કર્મચારી દ્વારા પૂછવામાં આવે તો કહે છે. કે ઉપલી કચેરીમાં મંજૂરી માટે મોકલેલ છે પણ કોઈક ટેકનિકલ ક્ષતિ રાખી દેવામાં આવે છે. અને ઉપલી કચેરી આ કામ મંજૂર કરતી નથી, તેવી એકબીજાને ‘ખો’ આપવામાં આવે છે.

 
આ સર્કલમાં એક ઉચ્ચ અધિકારી જયારે ફરજ પર હતા ત્યારે તેને ફાળવેલ ક્વાર્ટરમાં સરકારી ખર્ચે તબડતોડ ફેન્સીંગ, સેફ્ટી ટેન્ક ઉભી કરીને આ અધિકારીના ઘરના પ્રવેશના પગથિયાં રણિયામણા થઈ જાય છે. ધાબા ઉપર થી નીચે પાણી ન પડે તે માટે લાદી નખાય છે અને લાખોનો ખર્ચ થાય છે, વધુમાં ક્વાર્ટરમાં અન્ડરગ્રાઉન્ડ વાયરીગ કરવામાં આવેલ નથી, આઉટ સાઈડ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા નથી તેમજ આ કમ્પાઉન્ડ માં કચેરી દિશા સૂચક પણ મુકેલ નથી, જેથી જનતાનેક્યાં કઈ કચેરીમાં રજૂઆત કરવું જ્વું તે પણ એક પેચીદો પ્રશ્ન છે, આ તમામ આક્ષેપો  આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ કલ્પેશ આસાણીએ કરેલ રજુઆતમા થયા છે. અને રજૂઆતની નકલ રાજ્યના ઉર્જામંત્રી, ચેરમેન જેટકો સહિતનાઓને પણ કરવામાં આવી છે