હાઈકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ, રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ અથવા વિકેન્ડ કર્ફ્યું લગાવવા નિર્દેશ

વિકેન્ડ કર્ફ્યું મુદ્દે પણ જરૂરી નિણર્ય લેવા કરાઈ ટકોર

હાઈકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ, રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ અથવા વિકેન્ડ કર્ફ્યું લગાવવા નિર્દેશ
file image

Mysamachar.in-અમદાવાદ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યું  છે તેની સામે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટવા લાગ્યો છે, ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ કરવામાં આવ્યો છે, ઉપરાંત વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર કરી છે અને રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા ટકોર કરી છે, તો હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું અવલોકન પણ કરાયું છે. અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલા લઇ અને કોર્ટેને જાણ કરવામાં આવે તેવી ટકોર પણ કરાઈ છે.