જામનગર ભાજપ પ્રમુખ મોવડી મંડળે નક્કી કર્યા ઔપચારીકતા બાકી

જામનગર ભાજપ પ્રમુખ મોવડી મંડળે નક્કી કર્યા ઔપચારીકતા બાકી

Mysamachar.in-જામનગર:

ભારતીય જનતા પાર્ટી અઢળક કાર્યકર્તાઓની પાર્ટી ગણાય છે,અને કાર્યકર્તા જ પાર્ટીના પ્રાણ છે,પાયાના એકમ છે તેમ કહેવાય છે,ત્યારે થોડો સમય કાર્યકર્તાઓ ખુશ રહે છે..પરંતુ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે જુજ લોકો જ નિર્ણય લઇ સૌ ઉપર થોપી દે છે…બાદમા તેનો વિરોધ થાય તો પણ પાર્ટી મોવડીઓ મચક નથી આપતા આવુ વિધાનસભાની છેલ્લી બે ચુંટણીઓ વખતે થયુ….કોર્પોરેશનમા પદાધિકારીઓ બેસાડાયા ત્યારે થયુ અને થયા જ કરે આવા કડવા કે મીઠા જે અનુભવ થયા હોય તેની વચ્ચે ભાજપ ટોચના નેતાઓએ શહેર ભાજપ પ્રમુખનુ નામ નક્કી કરી લીધુ છે,પરંતુ ઔપચારિકતા જ બાકી હોવાનું પાર્ટીના સુત્રો જણાવે છે,

સંગઠનનુ સમગ્ર માળખુ નવુ બનશે માટે પ્રમુખ મહામંત્રી જેવા મહત્વના પદ માટે લોબીંગ જરૂર થાય...આશાવાદી જહેમત પણ કરે પરંતુ ગત વિધાનસભા ચુંટણીમા તાજેતરની સંસદની ચુંટણીમા તેમજ પક્ષ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમો માટે કરેલી જહેમતમા ખરેખર પક્ષના હિતમા કોણે-કોણે શુ-શુ કર્યુ અને પક્ષ મોવડીઓના નિર્ણયને સન્માન આપી તે દિશામા કોણે કેટલુ કામ કર્યુ તે તમામ લેખા-જોખા પક્ષ પાસે હોય જ છે તેના આધારે નિર્ણય લેવાશે,

જ્ઞાતિ સમીકરણ જાળવવા માટે નુ ખાસ ધ્યાન રખાશે જો કે રખાઇ ગયુ છે,તેમજ મંત્રીશ્રીઓના કૃપાપાત્રોને પણ ધ્યાને લેવાયા છે,ત્યારે પ્રમુખ મહામંત્રીઓ મળી ચાર પદ પર પટેલ,આહીર,બ્રાહ્મણ,ભાનુશાળી,ક્ષત્રીય,વાણિયા, તેમજ  અન્ય મુખ્ય સમાજના સમીકરણ બંધ બેસાડવાની કવાયત થઇ ગઇ છે, જે માટે સર્વે થઇ ગયા છે તેમજ કોર્પોરેશનના કોઈ પદાધિકારી,તરવરીયા, દરેક રીતે સક્ષમ જે આગામી કોર્પોરેશન ચુંટણી ,વિધાનસભા ચુંટણી ધ્યાનમા રાખી મોવડી  મંડળે નિર્ણય લઇ લીધો છે..જેને આખરી સ્વરૂપ આપવાનુ છે...

સુત્રોનુ આ બાબતે હજુ વધુ માનીએ તો જે મિનિસ્ટરો અને પ્રદેશ નેતાની નજીક હશે તે પણ મેદાન મારી શકે છે, અને માટે જ બંધ કવરમા દસ નામો ગયા છે,તે વિચારણા કરી હાલ પ્રમુખ માટે આખરી ત્રણ અને મહામંત્રીઓ માટે અન્ય સાતમાંથી જે નિયત કરાયા છે,તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે,અને મોવડી મંડળ થોડો સમય લઇ રહ્યુ છે,આખરી મહોર મારવાની છે....તેમા કાચુ કપાયુ નથી ને ?  તે સર્વાંગી અભ્યાસ ચાલે છે કેમકે હાલ સંગઠનની મહાનગરપાલિકાની ડામાડોળ  સ્થિતિ  સુધારનાર નક્કી કરાયા છે, જે પોતે એકલા પ્રમુખ નહી હોય પરંતુ તેના બેક સીટ ડ્રાયવીંગમા ત્રણ મુખ્ય ચહેરા હશે...

 -મહીલાઓ સહિત જુના જોગી મેદાને

વિધાનસભા ચુંટણી વખતથી જ ફેંકાયેલા જેવા સિનિયર અને જુનિયર પ્રકારના મહિલાઓ મેદાનમા છે કે પ્રમુખ પદ મળે કાં તો તેના ખાસ ટેકેદારને મળે તેમજ મહામંત્રીઓમા પણ તેવુ જ થાય અને જે હિસ્સાની સીસ્ટમ છે તે વધવી જોઇએ કેમ કે શહેરની હદ વધી બાદમા ખાસ કંઇ હિસ્સેદારી વધી ન હોવાનુ હાલના સંગઠનના અમુક કચવાટ સાથે જણાવે છે,તેમજ જુનાઓના ખીલે કુદનારા જાહેરમા ભલે જણાવા ન દે પરંતુ  તેમના માટે છાને ખુણે ઘણુ કરી છુટે છે,માટે અમુક રિપિટ થાય તે માટેની કવાયતો થશે.

 -પાર્ટી નક્કી કર્યા છતા અનેકને મોકલશે

શહેર સંગઠન અમુક પદ મોવડી મંડળે નિયત કરી લીધા છે,આખરી મહોર બાકી છે,છતા પ્રદેશની સુચનાથી અમુક નેતાઓ આવશે મીટીંગો કરશે સર્વે કરશે અહેવાલ બનાવશે અમુક તો કાર્યકર્તાઓને મળશે તેમજ ખાનગી વિગતો પણ મેળવશે, અમુકને વ્યક્તિગત મળશે એટલે આ રીતે ઓોપચારીક પ્રક્રિયા થયા કરશે પરંતુ ભાજપની જે સ્ટાઇલ છે તે મુજબ...પરંતુ કંઇક વિચિત્ર નિર્ણય કરવો અને એ વિચિત્ર નિર્ણયો થઇ ગયા છે...માત્ર દરેક દાવેદારના સંતોષ ખાતર મળશે અને સાભળશે પરંતુ મોવડી મંડળ કરશે તે નક્કી થઇ ગયુ છે,જેમા જિલ્લાના એક નેતા પ્રદેશ ભાજપની મહત્વની ધરી છે, તેના અભિપ્રાય ઉપર મહતમ મદાર રાખી સમગ્ર પ્રક્રિયા ખાનગી રીતે આટોપાઇ ગઇ છે.