Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા જીલ્લો વર્ષોથી દાણચોરી સહિતની બાબતોને લઈને ચર્ચામાં રહેવા માટે ટેવાયેલો છે, એવામાં ડ્રગ્ઝનો મોટો જથ્થો જે દરિયાઈ માર્ગેથી સલાયા સુધી પહોચ્યો તેને ઝડપી પાડવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે, દરિયાઈ માર્ગે હેરોઈન ડ્રગ્ઝનો જથ્થો પહોચ્યા બાદ સ્કૂલબેગમાં નાના-નાના 19 જેટલા પેકેટ તૈયાર કરી મુંબઈનો શખ્સ તેને લઈને મુંબઈ જવાની ફિરાકમાં હતો ત્યાં જ એલસીબી અને એસઓજી ટીમે તેને ઝડપી લીધા બાદ કરોડોનું ડ્રગ્ઝ સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાની નોંધ રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા પણ લેવામાં આવી છે, અને સરકારની નવી નાર્કો રીવોર્ડ પોલીસી મુજબ કામગીરી કરનાર ટીમને નવાજવાની પ્રપોસલ પણ રેંજ આઈજી દ્વારા ગૃહ વિભાગને મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.
સંવેદનશીલ દરિયાઇ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થ અને ડ્રગ્સની ઘુસણખોરી અને હેરાફેરી અટકાવવા રેંજ આઈજી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાર્કોટીક ડ્રગ્સને લગત ગુન્હા શોધી, ગુન્હો આચરનાર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ઇન્ચાર્જ SOG પી.આઇ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ વિશ્વાસુ બાતમીદાર મારફતે માખીક રીતે બાતમી મળતા ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ઝડપાયેલ શખ્સ શેહઝાદ ધોસી થાણે મુંબઇ વાળો ગઇ તા.07/11/2021ના રોજ જામખંભાળીયા આવેલ હતો અને આરતી ગેસ્ટહાઉસમાં રોકાયેલ હતો અને તે માણસ નશીલા પદાર્થ ડ્રગ્સની હેરફેર કરવા માટે આવેલ હતો અને તા.09/11/2021ના રોજ આરતી હોટલથી ચેકઆઉટ કરી નશીલા પદાર્થ ડ્રગ્સ સાથે પરત થાણે મુંબઇ જવાનો છે. આમ આ બાતમીના આધારે નિયમાનુસાર કાર્યવાહી કરતા જુદી જુદી ટીમો બનાવી આરાધના ધામના પ્રથમ ગેટની સામેના રોડની બાજુએ એક ઇસમ નામે સજ્જાદ સિકંદર બાબુ ઘોસી, મહારાષ્ટ્ર વાળો બાતમી અનુસારની વિગતો ધરાવતો મળી આવતા કાયદાનુસાર નિયમો મુજબ તેની ઝડતી તપાસ કરતા તેના કબ્જાના બેગમાંથી કુલ-17.651 કિ.ગ્રા. હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ. 88,25,50,000/- નો ડ્રગ્સનો જથ્થો તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ.1000 ગણી કુલ કિંમત રૂ. 88,25,51,000/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ઈસમને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
આરોપી સજ્જાદ સિકંદર બાબુ ધોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાનુ જણાવતા હોય સલીમ યાકુબ કારા તથા અલીભાઇ યાકુબભાઇ કારાએ ગેરકાયદેસર રીતે પોતાના અંગત ફાયદા માટે તથા વેચાણ અર્થે માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સની ભારતમાં આયાત કરી, પોતાના કબજામાં રાખી તથા પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સને સજ્જાદને હેરાફેરી કરવા માટે આપી આરોપીઓએ એકબીજાને માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન હેરાફેરી, ખરીદ-વેચાણ કરવામાં મદદગારી કરી કુલ- 17,651 કિ.ગ્રા. હીરોઇન તથા મેથાએમફેટામાઇન 88,25,50,000/- તથા મોબાઈલ ફોન નંગ
તપાસ દરમ્યાન સજ્જાદ સિકંદર બાબુ ઘોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાની વિગત જણાવેલ જેથી આરોપી સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બંને રહે સલાયાના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી સલીમ યાકુબ કારાના ઘરેથી લાગતા વળગતા કબ્જે કરેલ પેકેટ જેવા બીજા 47 પેકેટ્સ માદક પદાર્થ મળી આવેલ હોય જેની ગણતરી અલગથી કરી અને પોલીસ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવશે.