અહી મરઘાઓને એકબીજા સાથે લડાવી તેના પર લગાવવામાં આવતો દાવ

રાજકોટ ક્રાઈમબ્રાંચે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

અહી મરઘાઓને એકબીજા સાથે લડાવી તેના પર લગાવવામાં આવતો દાવ

Mysamachar.in-રાજકોટ

આપણે ત્યાં જુગારીઓ પતા, ઘોડીપાસા, ક્રિકેટના જુગાર સહીતના જુગારતો રમતા હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી ઘોડાઓ પર રેસ લગાવી જુગાર, રીક્ષાઓ પર રેસ લગાવી જુગાર ને પોલીસ ઝડપી પાડ્યા બાદ હવે કુકડાઓને અંદરોઅંદર લડાવી અને તેના પર રમાતો જુગાર રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠેથી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ફોર વ્હીલર તેમજ 16 ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઘટના સ્થળ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ મૂર્ઘા પણ મળી આવ્યા છે,

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ કેસ અંતર્ગત જુગાર ધામની કલમ ઉપરાંત પક્ષીઓ પર ઘાતકી વર્તન કરવા માટેની કલમ પણ લગાવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળ પરથી ત્રણ ઇજાગ્રસ્ત હાલતમાં કુકડા પણ મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, જુગાર રમવામાં સરળતા રહે તે માટે જુદા જુદા કલરના કુકડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો બીજી તરફ જુગારમાં સતત ટુકડાઓ વચ્ચે લડાઈ કરાવવાની હોવાના કારણે કુકડાઓ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે.આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.