ચોપડાપુજન માટે આવતીકાલે ચોપડાની ખરીદી કરવા માટેના શુભ મૂહર્તની આ છે યાદી 

ચોપડા પૂજનનું પણ છે વિશેષ મહત્વ 

ચોપડાપુજન માટે આવતીકાલે ચોપડાની ખરીદી કરવા માટેના શુભ મૂહર્તની આ છે યાદી 
file image

Mysamachar.in-ડેસ્ક:

દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે દરવર્ષ વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ ચોપડા પૂજનનું એક વિશેષ મહત્વ ધંધાકીય સ્થળો પર રહેલું છે.ત્યારે જામનગરના ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષાચાર્ય જીગર.એચ.પંડ્યાના જણાવ્યાનુસાર આવતીકાલ તારીખ-28/10/2021 ગુરૂવાર આસો વદ-7 પુષ્ય નક્ષ સિદ્ધિ યોગનું શુભ મૂહર્ત આવે છે. આ દિવસે સવારે 10:41 થી શ્રેષ્ઠ એવા ગુરૂ પુષ્યામૃત યોગ પણ બને છે તેથી ચોપડા ખરીદવા માટે,સુવર્ણ ખરીદવા લક્ષ્મીજીની મૂર્તિ, શ્રીયંત્ર, પોખરાજ, હરિદ્રા વગેરે શુભ વસ્તુની ખરીદી કરવા માટે મૂહર્ત આ પ્રમાણે છે.

બપોરે 12:11 થી 12:56 અભિજિત મૂહર્ત 
બપોરે 04:48 થી સાંજે 06:14 મિનીટ સુધી શુભ 
સાંજે06:14 થી સાંજે 07:49 મિનીટ સુધી અમૃત 
સાંજે 07:49 થી રાત્રે 09:24 મિનીટ સુધી ચલ

સાથે જ સવારે 10:40 થી સવારે 11:25 મિનીટ સુધી દુર મૂહર્ત છે જે અશુભ માનવામાં આવે છે, અને બપોરે 01:58 થી બપોરે 03:23 સુધી રાહુ કાળ, અને બપોરે 03:12 થી 03:57 મિનીટ સુધી પણ દુર મૂહર્ત છે માટે આ સમયના મૂહર્ત આપવામાં આવ્યા નથી