શું તમે પીડાઇ રહ્યા છો પથરીના અસહ્ય દુખાવાથી, તો અપનાવો આ રીત

ઘરગથ્થુ ઉપચાર

શું તમે પીડાઇ રહ્યા છો પથરીના અસહ્ય દુખાવાથી, તો અપનાવો આ રીત

Mysamachar.in-જામનગરઃ

પથરીની સમસ્યા વિશે સાંભળી પહેલો વિચાર અસહ્ય દુખાવાનો આવે, પથરીના દુખાવો દૂર કરવા માટે લોકો નીતનવા નુસખા અપનાવતા હોય છે. તો કેટલાક લોકો ઓપરેશનના ખર્ચની ચિંતાથી દુખાવો સહન કરી લેતા હોય છે. પરંતુ પથરીના દુખાવા દૂર કરવાની દવા તમારા રસોડમાં જ છે. એટલે કે આયુર્વેદિક ઉપાયો ઘણા અંશે કારગર નીવડી શકે છે. આવા જ કેટલાક ઉપાયોમાં પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. વધુ પ્રમાણમાં પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે. તો નારિયેળના પાણીમાં લીંબુનો રસ ભેળવી રોજ સેવન કરવાથી પથરી ધીરે-ધીરે નીકળી જાય છે. કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી મટી શકે છે. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે. લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે અને પેશાબની નળી મારફતે બહાર વહી જાય છે. ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.