સોનાની શુદ્ધતાનું શું છે 'ગણિત', શું તમે જાણો છો આ વાત ?

સોનાની કિંમત કેમ નક્કી થાય ?

સોનાની શુદ્ધતાનું શું છે 'ગણિત', શું તમે જાણો છો આ વાત ?

Mysamachar.in-અમદાવાદઃ

વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી, તો 1લી જાન્યુઆરીથી જ સોનાના ઘરેણામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સૌકોઇની પ્રિય ધાતુ એવી સોના વિશે કેટલીક રોચક વાત કદાચ તમે નહીં જાણતા હોવ, સોનું ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ? સોનાની શુદ્ધતા પાછળ કેવું ગણિત હોય છે અને હોલમાર્કિંગ શેના આધારે કરવામાં આવે છે વગેરે વાત જાણવા જેવી છે.

સૌપ્રથમ સોનાના કેરેટની વાત કરીએ તો 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે 24 કેરેટ સોનાના કોઈ દાગીના નથી બનતા, 24 કેરેટ સોનું ખૂબ નરમ હોય છે. 22 કેરેટ સોનું ઘરેણા બનાવવા માટે બેસ્ટ માનવામાં આવે છે. 91.66% સોનું હોય છે. બધી કેરેટ્સના હોલમાર્કના ગુણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, 24 કેરેટ પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખ્યું હોય છે. તેનાથી શુદ્ધતામાં કોઈ શંકા નથી રહેતી. હવે તમે પ્રશ્ન થશે કે કેરેટ કઇ રીતે નક્કી કરવામાં આવે તો કેરેટ ગોલ્ડનો અર્થ હોય છે 1/24 પર્સન્ટ ગોલ્ડ. જો તમારી જ્વેલરી 22 કેરેટની છે તો 22ને 24 થી ભાગાકાર કરો અને 100 દ્વારા ગુણાકાર કરો. (22/24) x100 = 91.66 એટલે કે તમારા દાગીનામાં વપરાયેલ સોનાની શુદ્ધતા 91.66% છે, 24 કેરેટ સોનાનો દર 41,000 રૂપિયા છે અને જ્યારે તમે તેને બજારમાં ખરીદવા જાઓ ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ (41000/24) x22 = 37583 રૂપિયા હશે. એ જ રીતે, 18 કેરેટ સોનાનો ભાવ પણ નક્કી કરવામાં આવશે. (41000/24) x18 = 30750,માની લો કે છે ને મજાની વાત !.

આજના યુગમાં જેમ જેમ સોનાની કિંમતમાં વધારો થઇ રહ્યો તેમ તેમ સામાન્ય માણસ માટે સોનાની ખરીદી મુશ્કેલ બની છે. તો બીજી બાજુ લેભાગુ તત્વો પણ સમાજમાં ઘણા છે જેઓ ભેળસેળ કરી નબળી ગુણવત્તાવાળું સોનું પધરાવી રહ્યાં છે. એવામાં ખરા સોનાની ઓળખ મુશ્કેલ બની છે. જો ડરવાની જરાય જરૂર નથી, હંમેશા હોલમાર્ક જોઈને સોનું ખરીદવું શ્રેષ્ઠ છે. હોલમાર્ક એ સરકારની એક પ્રકારની ગેરંટી છે. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા નક્કી કરવામાં આવે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ સંચાલન, નિયમ અને આપ-લેનું કાર્ય કરે છે.