ATM સેન્ટરમાં પૈસા ઉપાડવાની મદદ કરવાને બહાને આ શખ્સે અત્યારસુધીમાં 27 લોકો સાથે આ રીતે કરી છેતરપીંડી અંતે પકડાઈ ગયો

છેલ્લા ત્રણેક વર્ષથી સક્રિય હતો આ શખ્સ

ATM સેન્ટરમાં પૈસા ઉપાડવાની મદદ કરવાને બહાને આ શખ્સે અત્યારસુધીમાં 27 લોકો સાથે આ રીતે કરી છેતરપીંડી અંતે પકડાઈ ગયો

Mysamachar.in-ગીર સોમનાથ

હાલના સમયમાં મોટાભાગના લોકો પાસે ATM કાર્ડ હશે પણ ઘણા લોકો  એવા પણ હોય છે જેને ATMમાં થી પૈસા નીકળવામાં ક્યારેક મુશીબત થતી હોય છે, બસ આવા જ લોકોની રાહ જોઇને ATM સેન્ટર આસપાસ જ એક શખ્સ રહેતો અને તે ATM સેન્ટર પરથી પૈસા ઉપાડવા માટે આવનાર લોકો સાથે છેતરપીંડી કરતો હોવાનો ખેલ ગીર્સોમનાથ પોલીસે પૂરો કરી દીધો છે, આંતરરાજ્ય ભેજાબાજ ઠગ યુવકને સ્થાગનિક પોલીસે ઝડપી પાડ 27 જેટલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો  છે. વેરાવળ પોલીસે સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઠગ યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 1.50 લાખની રોકડ ઉપરાંત સોના દાગીના, મોબાઈલ સહિત રૂ.2.50 લાખનો મુદામમાલ જપ્ત કરાયો છે. આ ઉપરાંત ઠગ પાસેથી જુદી જુદી બેંકના 17 જેટલા ATM કાર્ડ પણ જપ્ત કરાયા છે.

બે વર્ષમાં ઠગ યુવાને વેરાવળ, કોડીનાર, કેશોદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં 27 લોકોને શિકાર બનાવી રૂ.6.50 લાખની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. વાત કઈક એવી છે કે વેરાવળ તાલુકાના છાત્રોડા ગામે રહેતા રતનસિંહ દાદુભા જાડેજા ગત તા.29 એપ્રીલના રોજ સટાબજારમાં આવેલી એસબીઆઇ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા તે સમયે પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી અજાણ્યા શખ્સને પૈસા ઉપાડવા માટે ATM કાર્ડ તથા પીન નંબર આપતા રૂ.20 હજાર ઉપાડી આપ્યા હતા. તે સમયે પૈસા નીચે પડી જતા તે લેવા રતનસિંહભાઇ નીચે બેઠાં ત્યાારે તકનો લાભ લઇ અજાણ્યામ શખ્સાએ ATM બદલી બીજું આપતા જતા રહ્યા હતા.

ગત તા.26-5-21 ના ફરી પૈસા ઉપાડવા ATMમાં ગયા પરંતુ પૈસા ઉપડ્યા નહીં જેથી બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાં બેલેન્સ ઝીરો હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રહેલા ATM પણ બીજાનું હોય તેમાં નુરખાભાઇ લીગારી એવું લખેલું હતુ. આ અજાણ્યા શખ્સે રૂ.84,500 જેવી રકમ જુદા-જુદા દિવસે ATMમાંથી ઉપાડી લીઘી હતી. આવી જ રીતે વડોદરા ડોડીયા ગામે રહેતા વાલજીભાઇ આંબેચરાનું પણ ATM કાર્ડ કોઇ અજાણ્યા શખ્સે બદલાવીને રૂ.1.20 લાખની રકમ ઉપાડી લીધી હતી. જે અંગે પોલીસમાં ગુનો નોંઘાયેલા હોવાથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

જરૂરી વિગતના આઘારે ATMનના સીસીટીવીના ફૂટોજો અને તેમાંથી શંકાસ્પડદ વ્યરકિતની ઓળખ મેળવી બાતમીદારો મારફત શંકાસ્પેદ વ્યસકિતની માહિતી મળતા ગઇકાલે સર્વેલન્સન સ્ટાાફએ સોનીબજાર વાળી ગલીમાં ભાડાના મકાનમાં રહેતો અસ્ફાતક અબ્દુેલગફાર પંજાને તેના ઘરેથી જ ઝડપી લીઘો હતો. તેની પાસેથી જુદી જુદી બેંકોના 17 જેટલા ATM કાર્ડ તથા રૂ.1.50 લાખ રોકડા, મોબાઇલ - 4, સોનાની લેડીઝ વિટી - 7, સોનાની બુટી - 4, સોનાની જેન્ટરર વિટી - 1, સોનાનો નથ અને દાણો - 1 મળી કુલ રૂ.2,52,347 નો મુદામાલ કબ્જે1 કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલો શખ્સ અસ્ફા7ક જુદી જુદી બેંકોના ATM આસપાસ રેકી કરતો અને ત્યાંલ પૈસા ઉપાડવા આવતા લોકો કે જેઓને ATMમાંથી ઉપાડતા ન આવડતા હોય તેવા લોકોને પૈસા ઉપાડી દેવામાં મદદ કરવાના બહાને નિશાન બનાવતો હતો. જેમાં ઠગ યુવકને પૈસા ઉપાડવા ATM અને પીન નંબર આપે ત્યાારે તે અમુક રકમ ઉપાડી આપતો અને આ સમય દરમ્યાીન ATM કાર્ડની અદલા-બદલી કરી નાંખી બીજા કોઇ અજાણ્યાેનું ATM કાર્ડ આપી ત્યાંથી નિકળી જતો હતો. બાદમાં ઠગ યુવક અન્યન ATMમાં જઇ તે ખાતામાં હોય તેટલી રકમ કટકે કટકે ઉપાડી લઇ છેતરપીંડી આચરતો હતો.

આ શખ્સે 2019 થી લોકોને શિકાર બનાવવાનું શરૂ કરેલ અને અત્યાાર સુઘીમાં જુદા જુદા શહેરમાં 27 લોકોને શિકાર બનાવી રૂ.6.50 લાખની છેતરપીંડી આચરી છે. જેમાં વેરાવળમાંથી 5, પ્રભાસપાટણ-2, કોડીનાર-1, કેશોદ-2, માળીયાહાટીના-3, જુનાગઢ-4, રાજકોટ-5, અમદાવાદ-3, મુંબઇમાંથી 2 મળી કુલ 27 લોકોને નિશાન બનાવેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.