Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યાની સ્થિતિ નું નિર્માણ થયું છે, હજુ પણ તેને કારણે આજે વરસાદ ભલે ધીમો પડ્યો હોય જ્યાં વધુ વરસાદ પડ્યો છે ત્યાના સ્થાનિકોને હાલાકીનો પાર નથી જામનગર જીલ્લાના તાલુકા મથકોએ ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમાં 8 ઈંચ, કાલાવડ ધ્રોલ અને જોડિયામાં સાડા ત્રણ થી ચાર ઈંચ તો લાલપુરમાં 7 ઈંચ, જામજોધપુરમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે, આજ રીતે ગઈકાલે સવારથી માંડીને આજે સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં આ સીઝનનો 100 ઈંચ વરસાદ આજે પૂર્ણ થઇ ચુક્યો છે, ખંભાળિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 9 ઈંચ, ભાણવડમાં અને કલ્યાણપુરમાં આઠ આઠ ઈંચ જયારે દ્વારકામાં માત્ર 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગર જીલ્લાના જુદા -જુદા પીએચસી સેન્ટરોમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો….
-જામનગર તાલુકાના વસઈ ગામે 10 ઈચ વરસાદ લાખાબાવળ 6 ઇંચ વરસાદ મોટી બાણુગર 4 ઈચ વરસાદ ફલ્લા ગામે 5 ઈચ વરસાદ જામવંથલી 6 ઇંચ વરસાદ ધૂતારપર 2 ઈચ વરસાદ અલિયાબાડા 4 ઈચ વરસાદ દરેડ 8 ઈંચ વરસાદ,
-જોડીયા તાલુકાના હડીયાણા ગામે 3 ઇંચ વરસાદ બાલંભા અને પીઠડ 4-4 ઈચ વરસાદ
-ધ્રોલ તાલુકાના લતીપુર ગામે 2 ઇંચ વરસાદ જાલીયાદેવાણી ગામે 4 ઇંચ વરસાદ લૈયારા 3 ઇંચ વરસાદ…
-કાલાવડ તાલુકાના નિકાવા ગામે 3 ઇંચ વરસાદ ખરેડી 3 ઇંચ વરસાદ ભ.બેરાજા 5 ઈચ વરસાદ નવાગામ 3 ઇંચ વરસાદ મોટા પાંચદેવડા 4 ઈચ વરસાદ મોટા વડાળા 5 ઈચ વરસાદ..
-જામજોધપુર તાલુકાના સમાના ગામે 7 ઇંચ વરસાદ શેઠ વડાળા 7 ઇંચ વરસાદ જામવાડી ગામે 8 ઈંચ વરસાદ વાસજાળીયા ગામે 8 ઈંચ વરસાદ ધુનડા ગામે 8 ઈંચ વરસાદ ધ્રાફા ગામે 3 ઇંચ વરસાદ પરડવા ગામે 9 ઈચ વરસાદ..
-લાલપુર તાલુકાના પીપરટોડા ગામે 2 ઇંચ વરસાદ પડાણા ગામે 3 ઇંચ વરસાદ ભણગોર 10 ઇંચ વરસાદ મોટાખડબા ગામે 6 ઇંચ વરસાદ મોડપર ગામે 8 ઈંચ વરસાદ ડબાસંગ ગામે 4 ઈચ વરસાદ