Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમાથી જરૂર હોય તો અને અમુક કિસ્સામા જરૂર ન હોય તો પણ ખર્ચ કેમ કરવા તે ખરેખર શીખવા જેવુ છે અને ખર્ચ મર્યાદામાં જ કરે ભલે દસ વખત ફાઇલ મુકવી પડે પરંતુ દર વખતે એક્ચ્યુઅલ ખર્ચ અને ઉધારેલા ખર્ચ વચ્ચે તફાવત જ હોય આ તફાવત જ અમુકની મૌજ છે તેમ અમુક એવા લગત બ્રાંચોના ચબરાકોએ જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કે જુદા-જુદા અનેક પ્રકારના ખર્ચા કરવામા અમુક બ્રાંચના અમુક કર્મચારીઓ એવા માસ્ટર છે કે એ ખર્ચ થઇ ગયો એટલે પુરૂ તેના અવશેષો પણ ન મળે અનેક જાતના ખર્ચમા વાહનના અગણિત ખર્ચ ચાલુ જ હોય…..તે અવિરત….નોન સ્ટોપ ચાલુ હોય અને અમુક વાહન તો ચાલે એથી બંધ વધુ રહે છતાય એમા ખર્ચ થાય તે ખર્ચ દરેકને દેખાય પણ નહી તેવી કમાલથી અમુજ ખર્ચ થાય છે,
આ ખર્ચના બોજ આખરે પ્રજા પર છે અને થાકેલા વાહનની સજાવટ બેટરી ડીઝલ રીપેરીંગ કે ભાડાનો કોઇ અંત જ નથી તેમ જાણકારો ટાપસી પુરે છે, માત્ર ઉદાહરણ પુરતા જ દાખલા જોઇએ તો સ્ટેન્ડીંગ કમિટી મીટીંગમા મુકાતા એજન્ડા જે જાણ ના હોય તેમા ઉપર છલ્લુ જોઇએ તો દાખલા તરીકે આરોગ્ય શાખા દ્રારા વાહન માટે બેટરી ખરીદી કરતા થયેલ ખર્ચ રૂા. 4,000 વાહન ભાડે રાખતા થયેલ ખર્ચ રૂા. 12,000 ( ક્યુ વાહન અને શેના માટે??) રીક્ષા ભાડે રાખતા થયેલ ખર્ચ રૂા. 2,000 ( જો કે આરોગ્ય શાખા તો કોર્પોરેશનનુ પાણી પણ ન પીવે માટે પીવાના મીનરલ પાણી અને જમવાના હજારો રૂપિયા ખર્ચે છે તે તો બહુ જાહેર પણ નથી કરાતુ)
તેવી જ રીતે સોલિડ વેસ્ટ શાખા દ્વારા વાહન ભાડે રાખતા થયેલ ખર્ચ રૂા. 25,200 તો વળી વાહનો માટે ડીઝલ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂા. 1,06,022 વાહનો માટે ઓઈલ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂા. 23,200 ફરીથી વાહનો માટે ડીઝલ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂા.98,949 એજન્ડામા ખર્ચાઈ ગયાનુ દર્શાવ્યુ છે તેમજ આ તો માત્ર ચપટી ખર્ચ છે આવા ખર્ચ ચાલુ જ હોય છે અને એક ને એક વાહનમા આવા જુદા-જુદા ખર્ચ એકથી વધુ વખત થાય તો પણ કોઇ પુછવાવાળુ નથી તેમજ વાહન કોર્પોરેશનની માલિકીના ન હોય તો પણ રિપેરીંગ કોઇ પાર્ટ બદલાવી આપવા વગેરે ખર્ચ ઉદારતાથી કરતા હોવાનુ ચર્ચાય છે આ ઉદારતા પણ ઝડપથી સમજાય નહી તેવી ગાઢ હોય છે આ રીતે વાહન માટેના ખર્ચ પણ ચિંતા સાથે શંકા ઉપજાવનારા છે તેમ જાણકારોનો મત છે એટલું જ નહી ફાયર, એસ્ટેટ, ગાર્ડન, મિલકતવેરા, આરોગ્ય, યુસીડી, સોલિડવેસ્ટ સહિત અનેક વિભાગોમા ક્યારેક તો વાહન ખર્ચ કોણ વધુ કરે તેની જાણે હોડ લાગે છે…..!! તેમ પણ અમુક ચબરાકો મજાકમા કહે છે.