અહો આશ્ચર્યમ...હેલ્થ પરમીટધારકો પીધા વિના પણ રહી શકે ખરા...?
હાલારના બન્ને જિલ્લામા 1100 હેલ્થ પરમીટ ધારકો

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, બધાને ખબર છે, પણ જેને બબાલ કે ઝંઝટમાં નથી પડવું તેવા મોટાભાગે માલેતુજારો લોકો “હેલ્થ પરમીટ” મેળવીને કાયદેસર દારૂ પીવે છે, જેના ચોક્કસ નિયમો અનુસરવા પડતા હોય છે, 1100 લોકો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્થ પરમીટ ધરાવે છે, અને આવા લોકોને તબીબના અભિપ્રાયથી અલગ-અલગ માત્રામાં દારૂનું સેવન કરી રહ્યા હતા,...
પણ અચાનક લોકડાઉન આવવાથી શહેરની બે હોટેલોમાં આવેલ વાઈનશોપ બંધ થઇ જતા આવા પરમીટ ધરાવતા લોકો કેમ પીતા હશે તેવા સવાલોનો ગણગણાટ શહેરમાં સાંભળવા મળે છે, અને જે લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી હોય તેવોને તેમના મેડીકલ ગ્રાઉન્ડ પર જ આપવામાં આવે છે, ત્યારે હવે સવાલો એવા હાસ્યાસ્પદ રીતે એવા ઉઠી રહ્યા છે કે આટલા દિવસો વીતી ગયા આજે લોકડાઉનને તો પણ આમાંથી કોઈ હેલ્થ પરમીટ ધારકની તબિયત બગડી હોય તેવું ઉડીને આંખે નથી આવ્યું,
કોરોના વાયરસને અટકાવવા માટે દેશભરમાં લાદવામાં આવેલ lockdown ના પ્રથમ અને દ્વિતીય ચરણ ના ૪૩ દિવસ પસાર થઈ ચુક્યા છે, અને આ સમયમાં જામનગર સહિત રાજ્યના તમામ wine shop સંપૂર્ણ રીતે લોક કરી દેવામાં આવ્યા છે, એવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્થ પરમીટ ધરાવનારા લોકોને હેલ્થ બગડી નથી ત્યારે લોકોમાં અમુક વેધક પ્રશ્ન ઉદ્ભવવા પામ્યા છે જેમાં કાયદેસરની વાઈનશોપ તો બંધ છે તેમ છતાં પરમીટ ધરાવનાર આ લોકો બારોબાર થી અંગ્રેજી દારૂની ખરીદી કરતા હશે કે કેમ કે પછી આવા પરમીટ ધારક દારૂ પીધા વગર જ રહેતા હશે..??
જો માત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ અગિયારસો જેટલા પરમીટ ધારકો છે તો રાજ્યના તમામ જિલ્લાના પરમીટ ધારકોની હાલત કેટલી દયનીય થઈ જવા પામી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, દારૂના સેવનની પરમિટ મેળવનારા લોકોના તબીબ અહેવાલો પણ એવા દર્શાવવામાં આવે છે કે જો આ વ્યક્તિને દરરોજના અમુક માત્રામાં લિકર નું સેવન કરવું જરૂરી છે નહિતર તેમની તબિયત બગડી જવા પામે તેવી સ્પષ્ટ નોંધ દર્શાવવામાં આવે છે તેમ છતાં lockdown ના ત્રીજા તબક્કા દરમિયાન પણ એક પણ પરમીટ ધારકની તબિયત બગડી નહીં હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે,જે આજના સમયમાં ઘણું બધું સ્પષ્ટ કરે છે. આપને પ્રાર્થના કરીએ કે તેવો ને પણ ભગવાન સુરક્ષિત રાખે અને જે લોકો પરમીટ સિવાય પણ નશો કરે છે તેવો નશામુક્ત બને.