સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મેળવનાર કહેવાતા સંવેદનશીલ શરમ કરો

આરોગ્ય કમિશ્નરે નાક કાપી લીધુ

સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મેળવનાર કહેવાતા સંવેદનશીલ શરમ કરો

Mysamachar.in-જામનગર:

ગુજરાત રાજ્યને તાજેતરમા સ્વચ્છ રાજ્યનો એવોર્ડ પ્રધાનમંત્રીના હસ્તે સંવેદનશીલ મુખ્યમંત્રી એ સ્વીકર્યો પરંતુ ડેંગ્યુના ભરડામા ભીસાતા જામનગર ની મુલાકાતે આવેલ હેલ્થ કમિશનરે સફાઇ મામલે જ જામનગરના સતાવાળાઓનુ નાક કાપી લીધુ છે માટે સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મેળવનારાઓ શરમાવ અને એ શરમ જામનગર પણ મોકલો તો કદાચ કંઇક સફાઇ થાય...જામનગરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરથી આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જામનગર ખાતે દોડી આવ્યા હતા અને અહીં તેમણે જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકાના કમિશનર અને જામનગર જી.જી હોસ્પિટલના ડીન સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમ જ પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે અને શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુ ના મચ્છર અને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.


-કેનાલ, નાલા, ખુણા ખાચરા, ગલીઓ, નદી ખદબદે છે...

હેલ્થ કમિશનરે સફાઇ મુદે સુચના બધુ જોઇને આપી છે હાલ ડેંગ્યુ ની સારવાર અટકાયતી પગલા અગ્રતા ક્રમે રાખવા જોઇએ પરંતુ નદી નાલા ગટર કેનાલ ખુણા ખાચરા ખાબોચીયા ગલીઓ વરસાદ બાદ હજુ ખદબદે છે.. દુર્ગંધ ફેલાવે છે જે પણ જુદા-જુદા રોગ કરી શકે અને આ ગંદકી તળમા ભળે જ છે માટે પાણીજન્ય રોગોનો ખતરો તો હજુ તોળાય જ છે, પુરતુ સફાઇ દવા છંટકાવ પાણી સફાઇ હેલ્થ સર્વે હજુ સો ટકા થઇ નથી રહ્યો હજુ સુધી ૨૫ ટકા જ થયો છે.