રીન્યુ થયેલ હેલ્થ પરમીટ આપવા હેડ કલાર્કે 2000 માંગ્યા અને...

રાજકોટમાં acbની સફળ ટ્રેપ

રીન્યુ થયેલ હેલ્થ પરમીટ આપવા હેડ કલાર્કે 2000 માંગ્યા અને...
symbolic image

Mysamachar.in-રાજકોટ

હેલ્થ પરમીટ રીન્યુ કરવવા તેમજ નવી પરમીટ માટેના ભાવો બોલાય છે, અને મોટા તોડ લગત સૌ અરજદારો પાસેથી કરે છે, એવામાં રાજકોટમાં હેલ્થ પરમીટ રીન્યુની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હોય પણ પરમીટ અરજદારને આપવા માટે નશાબંધી કચેરીના કલાર્કે લાંચની માગની કરી લાંચ સ્વીકારતા એસીબીને હાથ ઝડપાઈ જવા પામ્યો છે, આ કેસમાં ફરિયાદીને નશાબંધી અને આબકારી વિભાગની હેલ્થ પરમીટ ધરાવતા હોય  જે રીન્યુ ની પ્રક્રિયા પૂરી થઈ ગયેલ હોય, અને રીન્યુ થયેલ હેલ્થ પરમીટ ફરિયાદીને આપવા ની અવેજ પેટે રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩, નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ રહે.રાજકોટ વાળાએ ફરિયાદી પાસે રૂ.2000/- ની લાંચની માંગણી કરેલ જે લાંચ આપવાનો વાયદો થયેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,

જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.28/10/2020 ના રોજ નશાબંધી કચેરી, રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન હેડ કલાર્ક રમેશભાઇ હરીભાઇ મજેઠીયા ફરીયાદી પાસેથી રૂ.2,000/- ની લાંચની રકમ માંગી જેવી સ્વીકારી એસીબી પ્રગટ થઇ હતી આ કાર્યવાહી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર, દ્વારા કરવામાં આવી હતી.