જેની સામે છે કેટલાય ગુન્હાઓ તેની સામે થઇ આ કાર્યવાહી

જામનગર પોલીસે કરેલ દરખાસ્ત કલેકટરે ગ્રાહ્ય રાખી

જેની સામે છે કેટલાય ગુન્હાઓ તેની સામે થઇ આ કાર્યવાહી

My samachar.in:-જામનગર

જામનગર જીલ્લામાં ખૂનની કોશિષ, લૂંટ, મારામારી, ધાકધમકી આપવી, મિલકત પચાવી પાડવી, ગેરકાયદેસર હથિયાર રાખવા, ફાયરીંગ કરવુ, તેમજ પ્રોહીબીશન હેઠળની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવા, તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર ઇસમો ઉપર "પાસા" હેઠળ અટકાયત પગલા લેવા જામનગર જીલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ પારધી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.કે.ગોહિલ ને સૂચના કરવામાં આવેલ હતી..

જેથી અસામાજીક પ્રવૃતિ આચનાર – ભયરૂપ ત્રણેય ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ જામનગર તરફ મોકલી આપવામા આવેલ, જે પાસા દરખાસ્ત અનુસંધાને જીલ્લા મેજીસ્ટ્રેટએ ત્રણેય ઇસમોને જેલમાં મોકલી આપવા પાસા હેઠળ હુકમ કરવામા આવેલ, જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.કે.કે.ગોહિલએ ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, અટકાયતમાં લઇ સુરત તથા વડોદરા જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે..

જેની સામે થઇ પાસાની કાર્યવાહી તે આરોપીનો ગુનાહિત ઇતિહાસ

-હાજી હમીરભાઇ ખફી ઉવ.35 ખૂનની કોશિષ,મારામારી, ધાકધમકી આપવી, લુંટ, ગેરકાયદેસર, પ્રોહીબીશન, હથિયાર રાખવા, ફાયરીંગ કરવું,  (11 ગુનાઓ નોંધાયેલ) (સુરત લાજપોર મધ્યસ્થ જેલ)

-રાજશી આલાભાઇ ચારણ ઉવ.36 રહે. હાપા, ખારી, જી જામનગર ખૂનની કોશિષ, લુટ, ધાકધમકી આપવી, જમીન પચાવી પાડવી, પ્રોહીબીશન, (17 ગુનાઓ નોંધાયેલ) (સુરત લાજપોર મધ્યસ્થ જેલ)

-શીવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા ઉવ.27રહે.રામનગર, શંકરટેકરી, જામનગર ખૂનની કોશિષ, મારામારી, લુંટ, ધાકધમકી આપવી. ગેરકાયદેસર હથિયાર રાખવા, (10 ગુનાઓ નોધાયેલ) (વડોદરા મધ્યસ્થ જેલ)