પતિ કમાવવા માટે જતો અને પત્ની પ્રેમી સાથે રંગરેલીયા માનવતી, આખરે પતિએ ઝડપી પાડી

પછી શું થયું વાંચો 

પતિ કમાવવા માટે જતો અને પત્ની પ્રેમી સાથે રંગરેલીયા માનવતી, આખરે પતિએ ઝડપી પાડી
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-નવસારી:

આજના સમયમાં લગ્નેત્તર સંબંધોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમાં ક્યારેક પુરુષ પાત્ર તો ક્યારેક સ્ત્રી પાત્ર અન્ય સાથે સબંધો રાખી અને દગાબાજી કરે છે અને જયારે આવા મામલાઓ સામે આવે છે ત્યારે જોવા જેવી થાય છે, રાજ્યના નવસારીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, નવસારીના વાંસદામાં એક પતિએ તેની પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માનાવતા પકડી પાડી હતી. એટલુ જ નહિ, જાહેરમાં પત્નીના પ્રેમીને નગ્ન કરીને થાંભલા સાથે માર માર્યો હતો.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પાલગભણ ગામની આ ઘટના છે. જ્યાં લગ્નેતર સબંધમાં રંગરેલીયા મનાવતા પ્રેમીઓને મહિલાના પતિએ ઝડપી પાડયા હતા. વાંસદા તાલુકાનો એક શખ્સની નોકરી પોતાના ઘરથી દૂર હતી. પોતાના ઘરથી દૂર રોજગારી અર્થે જતો હતો. ત્યારે તેને તેની પત્ની પર શંકા ઉપજી હતી, કે તેની પત્નીના કોઈની સાથે સંબંધ છે. તેથી એક દિવસ તેણે પત્નીને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કર્યુ હતું. તેથી કામનું બહાનુ કરીને તે બહાર ગયો હતો, અને પત્નીનો પીછો કર્યો હતો. આખરે પતિની શંકા સાચી પડી હતી. પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી રંગે હાથ ઝડપી પાડી હતી.

પત્ની પ્રેમી સાથે ઝડપાતા જ પતિએ હોબાળો કર્યો હતો. તેણે પત્નીના રંગરેલિયા બતાવવા પરિવારજનોને પણ બોલાવ્યા હતા. એટલુ જ નહિ, પત્નીના પ્રેમને જાહેરમાં નગ્ન કરીને તેને થાંભલા સાથે બાઁધ્યો હતો. મહિલાના પતિએ પોતાના પરિજનોની હાજરીમાં પોતાની પત્ની અને પ્રેમીનો વીડિયો બનાવ્યો હતો. તેણે વીડિયોમાં પત્નીને ગાળો ભાંડી અપશબ્દો કહ્યા હતા. પતિએ પત્નીની કરતૂતોનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં તેણે પત્નીના પ્રેમીને નગ્ન કરી થાંભલા જોડે બાંધી માર મારવાની આ ઘટના ભારે ચકચાર મચાવી દીધી છે.