શું તમે આવો દાંત જોયો છે,જામનગરના તબીબે પાર પાડી સર્જરી..

૩૦ મીનીટે પાર પડ્યું ઓપરેશન

શું તમે આવો દાંત જોયો છે,જામનગરના તબીબે પાર પાડી સર્જરી..

mysamachar.in-જામનગર:

તમે સીધો દાંત,તૂટેલો દાંત,વગેરે પ્રકારના દાંત તો ઘણીવાર જોયા હશે પણ શું તમે ક્યારેય તસ્વીર મા જોવા મળતો દાંત જોયો છે,આશ્ચર્ય પમાડે તેવો આ દાંત જામનગર નજીક આવેલ વસઈ ગામનો રહીશ એવા એક યુવકને સામાન્યથી વિચિત્ર પ્રકારનો કહી શકાય તેવા એક દાંતની સારવાર માટે જામનગરના જાણીતા દાંતના તબીબ ડો.મેહુલ ખાખરીયા પાસે પહોચ્યો ત્યારે આ દાંત કાઢવા માટેનું એક ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું,

ઓપરેશન બાદ ડો.મેહુલ ખાખરીયા mysamachar.in જણાવે છે કે સમાન્ય રીતે વાંકોચૂકો દાંત હોય તો ૧૦ થી ૨૦ ડીગ્રી સુધી વળેલો હોય છે પણ જે દર્દીની સર્જરી કરી તે યુવકનો દાંત ૧૧૦ થી ૧૨૦ ડીગ્રી સુધીના વળાંકવાળો જોવા મળતા ડોક્ટર પણ અચરજમાં મુકાઈ ચુક્યા હતા,અને મેહુલ ખાખરીયા એ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પોતાની ૧૫ વર્ષની પ્રેક્ટીસ દરમિયાન તેવોએ પોતે પણ આવો દાંત પ્રથમ વખત જોયો હોવા સાથે સર્જરી કર્યાનું જણાવ્યું,વસઈ ના દર્દીના ઉપરના જડબામાં થી ફસાયેલો ૩૦ એમએમ નો દાંત ખુબ જ રેર ઓફ ધ રેર કહી શકાય તેવો છે,આ દાંત કાઢવા માટે ડો.મેહુલને પણ ૩૦ મીનીટ જેટલો સમયગાળો લાગ્યો હતો,અને આવા દાંત જ્વ્લે જ અમુક જ દર્દીઓમાં જોવા મળતો હોવાનું પણ ડો.મેહુલ ખાખરીયા એ જણાવ્યું હતું,