હાર્દિક પટેલે ટવીટ કરી લખ્યું કે..

વધુ વાંચવા ક્લિક કરો 

હાર્દિક પટેલે ટવીટ કરી લખ્યું કે..
file image

My samachar.in:-ગુજરાત

આ વર્ષ વિધાનસભાની ચુંટણીઓનું વર્ષ છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષોમાં કેટલીય ઉથલપાથલ ચુંટણી સુધી જોવા મળશે, અને તેની શરૂઆત તો થઇ ચુકી જ છે, ત્યારે કોંગ્રેસનાં નેતાઓથી નારાજ હાર્દિક પટેલે કેન્દ્રિય હાઈ કમાન્ડને ટાંકીને એક ટ્વિટ આજે કર્યું છે. તેમણે કેન્દ્રિય હાઈકમાન્ડને રસ્તો કાઢવા ટકોર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, “હું અત્યારે કોંગ્રેસમાં છું. મને આશા છે કે કેન્દ્રિય નેતાઓ કોઈ રસ્તો કાઢશે. જેથી હું કોંગ્રેસમાં રહી શકું. કેટલાક એવા પણ છે કે જેઓ ઈચ્છે છે કે, હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારૂ મનોબળ તોડવા માંગે છે તેથી કેન્દ્રિય હાઇ કમાન્ડને ટકોર કરી છે.