એસટી બસ અડધી તો ટ્રકમાં ઘુસી ગઈ, 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

અહી બની છે આ ઘટના

એસટી બસ અડધી તો ટ્રકમાં ઘુસી ગઈ, 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

Mysamachar.in-નડિયાદ

છેલ્લા એક માસમાં રાજ્યના હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, તે અકસ્માતોમાં પણ એસટી બસોના અકસ્માતોની સંખ્યા પણ મોટી છે, એવામાં આજે વધુ એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત સર્જાયો જોકે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈના મૃત્યુ થયા નથી, પરંતુ બસમાં બેઠેલા આશરે 30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઊભી રહેલી એક ટ્રક સાથે પોતાની બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અડધી ટ્રકમાં ઘુસી ગઈ હતી, બનાવની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.