Mysamachar.in-વડોદરા
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ નામની હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતા ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર ડ્રામા પ્રોડક્શન હાઉસના માલિકે પોતાની જ આસિસ્ટન્ટ પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી તેનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં છે. જેની સામે ફરિયાદ નોંધાઈ છે તે દિપ પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે.
તે નાની-મોટી ફિલ્મોને પ્રોડ્યુસ કરવાનો બિઝનેસ કરે છે. એક મહિના પહેલા દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને પોતાને ત્યાં નોકરી પર રાખી હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર લગભગ એકાદ મહિનામાં તેને નોકરી છોડી દીધી હતી.
મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં જ્યાં પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો ત્યાં રાતના સમયે બોલાવી હતી. પછી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં દિપે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આખી રાત યુવતીને ગોંધી રાખીને પોતાની હવસ સંતોષી હતી. ત્યારબાદ યુવતીએ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી છટકી ગઇ હતી.
જે બાદ દિપ પટેલે યુવતીને ધમકી પણ આપી હતી કે જો આ અંગે કોઇને જાણ થશે તો તને જાનથી મારી નાખીશ. યુવતીએ હિંમત ન ડગવતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજીગંજ પોલીસે દુષ્કર્મ આચરનાર દિપ પટેલની ફરિયાદના આધારે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.