દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર ડોક્ટરની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને. .

‘કોરોના વોરિયર્સ’ પણ  કોરોનાના શિકાર

દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર ડોક્ટરની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને. .
file image

Mysamachar.in-ગુજરાત

કોરોનાની મહામારીએ પૂરા વિશ્વમાં તહેલકો મચાવ્યો છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવે વખતે કોરોના વાયરસનો સામનો કરી રહેલા ‘કોરોના વોરિયર્સ’ પણ તેનાથી બચી શક્યા નથી. કોરોના દર્દીઓને સજા કરી રહેલા ડોક્ટરો કોરોનાનો શિકાર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશના અલગ અલગ રાજ્યોના કુલ 364 ડોક્ટરો સંક્રમિત થવાથી મૃત્યુ થયા છે. જે ખુબ દુખદ બાબત છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા ડોક્ટરોના મોતનો આંકડા જાહેર કર્યા છે. મેડિકલ એસોસિએશનએ 10 સપ્ટેમ્બર સુધીની જાહેર કરેલી વિગતો પ્રમાણે દેશના અલગ-અલગ રાજ્યોના કુલ 364 ડોક્ટરોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. દેશભરમાંથી અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતાં 2174 ડોક્ટરસ કોરોના થયો છે. જેમાંથી કુલ 364 ડોક્ટરોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ દેશમાં કોરોના દર્દીઓની સારવાર કરતાં 1023 પ્રેક્ટિસિંગ ડોક્ટર, 827 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 324 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાનો શિકાર બન્યા હતા.

કોરોનાને કારણે સૌથી વધુ તામિલનાડુમાં 61 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરોનાને લીધે ડોક્ટરોના મૃત્યુને મામલે આંધ્રપ્રદેશ બીજા ક્રમે જ્યાં કુલ 41 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં 38 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. એક ન્યૂઝ ચેનલની વેબ્સાઈટના આધારે આ આંકડા અનુસાર દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર ડોક્ટરની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. જે કોરોનાકાળમાં ખૂબ ચિંતાજનક પણ છે.