Mysamachar.in-ગાંધીનગર
કોઈપણ જગ્યાએ સ્થાનિક ભાષાનું મહત્વ હોય છે. હંમણા જ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનએ બેન્કીંગના અધિકારીઓ મુદ્દે સ્થાનિક ભાષાઓના પ્રાધાન્ય અંગેની વાત કરેલી. એવામાં ગુજરાત હાઈકોર્ટના સ્થાનિક ભાષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ગુજરાત હાઇકોર્ટના તમામ ચુકાદાઓ અને બાબતો માત્ર અંગ્રેજી ભાષામાં જ મૂકવામાં આવતી હતી.
તેવામાં હવે આ નિર્ણય બાદ ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદાની વિગતો ગુજરાતીમાં મુકાશે. જેથી કોઈ પણ સ્થાનિક કે ગુજરાતી જાણકાર વ્યક્તિ માટે સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને ફાયદો થશે. આ ચુકાદાને એટલા માટે મહત્વનો પણ ગણવામાં આવે છે.
2 ઓકટોબર, 2020ના મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિના દિવસથી જ ગુજરાત હાઈકોર્ટના તમામ ચૂકાદાઓને હવે ગુજરાતીમાં વેબસાઇટ પર મેકવાની શરૂઆત કરવામાં આવી છે. આવો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કર્યો છે. એટલે હવેથી આવનરા ચુકાદાઓનું ગુજરાતીમાં ભાષાંતર મળશે. જે ફક્ત માહિતી માટે અને સત્તાવાર હેતુ માટે હશે. પરંતુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું અંગ્રેજી સંસ્કરણ હશે તેને પ્રમાણભૂત માનવામાં આવશે.
હાઇકોર્ટે આપેલાં ચુકાદાને ગુજરાતી ભાષામાં દર્શાવવા માટે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ https://gujarathighcourt.nic.in/gujaratijudgments પર અલગથી ‘Select Orders/Judgments in Gujarati’ નામનું વેબપેજ બનાવવામાં આવ્યું છે. જેમાં હવેથી તમામ ચૂકાદાઓની વિગતો ગુજરાતીમાં મળશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જે કાયદાકીય બાબતોની સ્થાનિક લેવલે સરળતા અને ઉપયોગીતાના સંદર્ભે અવશ્ય આવકારદાયક બનશે.