આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની દિકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો ભરોસો વ્યક્ત કરતી કુ.મનીષા વાળા

આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની દિકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

My samachar.in:-ગીર સોમનાથ

આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ.મનીષા પ્રાંચીબેન વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા 7મી ઈન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. આ માટે મનીષા એ આજે તુર્કીના ઈસ્તાંબુલ જવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી.આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના 48 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે..

કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે. તેમ આજે મારુ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. પણ હજુ ઘણી જ સફર ખેડવાની બાકી છે તેમ જણાવતા મનીષા એ કહ્યું કે, તે આ ટુર્નામેન્ટમાં મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમામ પ્રયાસો કરીશ. તેમજ મને જે આ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે તેનો પૂરતો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ.કિક બોક્સિંગમાં હું ગુજરાતની પ્રથમ ફિમેલ ખેલાડી છું કે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર છું, આ ગૌરવનો આનંદ વ્યક્ત કરતા મનીષા કહે છે કે, મારા પિતા જગદીશભાઈએ આર્થિક સંઘર્ષ વચ્ચે પણ મને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરી છે. મનીષા સ્વીકારે છે કે, માતા પ્રાચીબેન અને પિતા જગદીશભાઈના સપોર્ટ વગર સ્પોર્ટ્સમાં આગળ ન વધી શકી હોત. ખરેખર તો તેમની મહેનત જ મારા માટે એક પ્રેરણા છે. મારા એક ખેલાડી તરીકેના ઘડતરમાં મારા કોચ શ્રી સિદ્ધાર્થ ભલેગરેની એટલી જ મહત્વની ભૂમિકા રહી છે..

તુર્કીના ઇસ્તાંબુલ શહેરમાં તા.12મી મેથી 15મી મે સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં મનીષા -60 વેઈટ કેટેગરીમાં પોઈન્ટ ફાઈટ ફોમમાં રમશે.કિક બોક્સીંગ એ લાત અને પંચિગ આપ આધારિત સ્ટેન્ડઅપ કોમ્બેટ સ્પોર્ટસનું એક જૂથ છે. જે ઐતિહાસિક રીતે બોક્સિંગ સાથે મિશ્રિત કરાટેમાંથી વિકસાવવામાં આવ્યું છે.