ગુજરાત વિધાનસભાની ચુંટણી વહેલી યોજાશે.? શું આપ્યો સી.આર.પાટીલે જવાબ વાંચો 

કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે 

ગુજરાત વિધાનસભાની ચુંટણી વહેલી યોજાશે.? શું આપ્યો સી.આર.પાટીલે જવાબ વાંચો 
file image

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે એવી અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે, પાટીલે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નિયત સમયે એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે પણ ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાની કોઈ વિચારણા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ થશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.