લાંચિયા બાબુઓ નહિ સુધરે, વધુ 2 ઝડપાયા 

આ કામ માટે વેપારી પાસેથી માંગી લાંચ અને એસીબી પ્રગટ થઇ 

લાંચિયા બાબુઓ નહિ સુધરે, વધુ 2 ઝડપાયા 

Mysamachar.in-સુરત:

રોજબરોજ લાંચના એક બાદ એક વિભાગ પર છટકાઓની માહિતી સામે આવતી રહે છે છતાં પણ લાંચિયા બાબુઓએ નક્કી કર્યું છે કે હમ નહિ સુધરેંગે...ની જેમ જ્યાં ને ત્યાં મોઢા મારે છે અને બાદમા એસીબીને હાથ ઝડપાઈ જાય છે, સુરતમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક વખત સફળતા મળી છે, જેમાં કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ 15 હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ 2 અધિકારી છે.

કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરતા એક વ્યક્તિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી. ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ આરોપી આશિષ રણવીરસિંહ ગેહલાવત અને જસ્ટીન કાંતિલાલ માસ્ટર વેરીફીકેશન માટે ગયા હતાં. દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. વેપારીએ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવ્યું નથી. આ ઉપરાંત ધંધો કરે છે તે અંગે રજુ કરેલ પુરાવાને ધ્યાને લઇને અત્યાર સુધી રૂપિયા 38,00,000/-નો ધંધો કર્યો છે. જો કે ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી જેના કારણે ધંધો શંકાસ્પદ હોવાનું કહી પેનલ્ટીની વાત કરી હતી.

પહેલા રૂપિયા વીસ હજાર લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ, સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલ વેપારીના ભાઇના CA ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બન્ને તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ આપતા પહેલા વેપારીએ એન્ટીકરપ્શનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. એસીબીની ટીમ દ્વારા સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાંથી બંન્ને કર્મચારી અને વચેટીયાને રૂ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.